દેશના 5 મોટા ઉદ્યોગપતિઓએ અગ્નિપથ યોજનાના કર્યા વખાણ, કહી આ વાત

PC: moneycontrol.com

કેન્દ્ર સરકારની હાલની સેના ભરતી યોજના અગ્નિપથની જાહેરાત બાદ દેશભરમાં ધમાલ મચી છે. દેશના કેટલાક રાજ્યોમાં આ યોજનાનો વિરોધ થઇ રહ્યા છે અને લોકો વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. કેટલાક કેસોમાં તો વિરોધ હિંસક પણ થઇ ગયો છે અને રેલવે સહિત અન્ય સરકારી સંપત્તિઓને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ દરમિયાન દેશના કેટલાક મોટા કોર્પોરેટ હાઉસે અને ઉદ્યોગપતિઓએ કેન્દ્ર સરકારની આ યોજનાનું સમર્થન કર્યું છે.

આ લિસ્ટમાં તાજું નામ ટાટા સન્સના ચેર પર્સન એન. ચંદ્રશેખરનનું જોડાયું છે. તેમણે ફક્ત આ યોજનાના વખાણ જ નથી કર્યાં પણ કહ્યું કે ટાટા સમૂહની કંપનીઓ અગ્નિવીરોને 4 વર્ષની સેવા બાદ નોકરીમાં પ્રાથમિકતા પણ આપશે.

ટાટા સન્સના ચેરમેન પહેલા મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા, આરપીજી એન્ટરપ્રાઇઝના ચેરમેન હર્ષ ગોએન્કા, બાયોકોન લિમિટેડના ચેરમેન કિરણ મજૂમદાર-શો અને એપોલો હોસ્પિટલ્સ ગ્રુપના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર સંગીતા રેડ્ડી જેવા ઉદ્યોગપતિ અગ્નિપથ યોજનાનું સમર્થન કરી ચૂક્યાં છે. ટાટા સન્સના ચંદ્રશેખરન એક નિવેદનમાં કહી ચૂક્યાં છે કે, ‘અગ્નિપથ યોજનાના યુવાઓ માટે ફક્ત દેશના સૈન્ય બળોમાં સેવા પ્રદાન કરવાનો શાનદાર અવસર જ નહીં પણ આ ટાટા સમૂહ અને દેશના ઉદ્યોગ જગત માટે અનુશાસિત અને પ્રશિક્ષિત યુવાનો પણ ઉપલબ્ધિ કરાવશે. ટાટા સમૂહમાં અમે દરેક અગ્નિવીરોની ક્ષમતાઓથી અવગત છીએ અને આ સંબંધમાં અવસર પ્રદાન કરવાનું સ્વાગત કરીએ છીએ.’

આ પહેલા મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ અગ્નિપથ યોજનાને લઇને દેશમાં થઇ રહેલી હિંસક ઘટનાઓ પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે, અગ્નિપથ યોજનાના એલાન બાદ જે રીતે હિંસા થઇ રહી છે, તેનાથી હું દુઃખી અને નિરાશ છું. ગયા વર્ષે આ યોજના પર જ્યારે વિચાર ચાલી રહ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે, અગ્નિવીરોને જે અનુસાશન અને કૌશલ મળશે, તે તેમને ઉલ્લેખનીય રૂપે રોજગાર માટે યોગ્ય બનાવશે. મહિન્દ્રા ગ્રુપ આ રીતે પ્રશિક્ષિત તથા સક્ષમ યુવાઓને નોકરીનો મોકો આપશે.

હર્ષ ગોએન્કાએ પણ આનંદ મહિન્દ્રાના ટ્વીટને શેર કરતા એ જ રીતના વિચારો વ્યક્ત કર્યા હતાં. તેમણે પણ પોતાના સમૂહની કંપનીઓમાં અગ્નિવીરોને નોકરીનો મોકો આપવાનું એલાન કર્યું હતું. ત્યાર બાદ કિરણ મજૂમદાર-શો અને સંકિતા રેડ્ડીએ પણ સૈન્ય ભરતીની આ યોજનાનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ યોજના યુવાઓને અનુશાસિત અને રોજગાર માટે યોગ્ય બનાવવામાં મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp