હિંડનબર્ગ રિપોર્ટની અસર: અદાણીએ 34,900 કરોડનો પ્રોજેક્ટ અટકાવી દીધો

PC: aajtak.in

અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના 24 જાન્યુઆરી 2023ના રિપોર્ટ પછી ગૌતમ અદાણી અને અદાણી ગ્રુપને મોટું નુકશાન પહોંચ્યું હતું અને અત્યારે અદાણી ગ્રુપ ધીમે ધીમે રિકવર કરી રહ્યા છે. પરંતુ હજુ પણ હિંડનબર્ગના રિપોર્ટની અસર ઓછી થઇ નથી. જાણવા મળેલી વિગત મુજબ ગૌતમ અદાણીએ 34,900 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર અત્યારે બ્રેક મારી દીધી છે. અદાણી ગ્રુપ અત્યારે રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે.

નવભારત ટાઇમ્સના એક રિપોર્ટમાં સૂત્રોનો હવાલો ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ગૌતમ અદાણીના સપનાને હિંડનબર્ગ રિપોર્ટે પાછળ ધકેલી દીધા છે. ગૌતમ અદાણીએ 34,900 કરોડના પ્રોજેક્ટ અટકાવી દીધા છે. ગુજરાતના મુંદ્રામાં પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હતું તેની પર અત્યારે બ્રેક મારી દેવામાં આવી છે.

અદાણી એન્ટરપ્રાઇઝીસે વર્ષ 2021માં ગુજરાતના કચ્છમાં અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની જમીન પર કોલ ટૂ પીવીસી પ્લાન્ટ સ્થાપિત કરવા માટે અદાણીની પૂર્ણ માલિકી વાળી સબસિડયરી કંપની મુંદ્રા પેટ્રોકેમ લિમિટેડને ઇનકોર્પોરેટ કરી હતી.

પરંતુ 24 જાન્યુઆરી 2023ના દિવસે હિડંનબર્ગના જાહેર થયેલા રિપોર્ટ પછી બધી પરિસ્થિતિઓમાં બદલાવ આવી ગયો છે.હિંડનબર્ગના રિપોર્ટમાં એકાઉન્ટીંગ ફ્રોડ, સ્ટોક મેન્યુપ્લેશન અને કોર્પોરેટ ગર્વનન્સની ખામીઓનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એ પછી અદાણી ગ્રુપની કંપનીઓનું કુલ માર્કેટ વેલ્યુ 140 અરબ ડોલર સુધી ડાઉન થઇ ગયું હતું. એપલથી માંડીને એરપોર્ટ,પાવર, કોલસો, ગ્રીન એનર્જિ, પોર્ટસ સહિતના અનેક બિઝનેસ સાથે સંકળાયેલું અદાણી ગ્રુપ અત્યારે માત્ર રોકાણકારોનો વિશ્વાસ જળવાઇ રહે તેની પર જ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. જેને કારણે ગ્રુપની વિસ્તરણની યોજનાઓ પર અસર જોવા મળી રહી છે.

અદાણી ગ્રુપે રોકાણકારોનો વિશ્વાસ જાળવવા માટે સૌથી પહેલા અદાણી એન્ટરપ્રાઇઝીસનો  FPO પુરો ભરાઇ ગયો હોવા છતા પાછો ખેંચી લીધો હતો. DB કોર્પ સાથેની પાવર ડીલ પણ અદાણી ગ્રુપે અટકાવી દીધી હતી.

નવભારત ટાઇમ્સના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, જે પ્રોજેક્ટસને કેટલાંક સમય માટે આગળ નહીં વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં ગ્રીન પીવીસી પ્રોજેક્ટ પણ સામેલ છે. અદાણી ગ્રુપે વેન્ડર્સ અને સપ્લાયર્સને તાત્કાલિક બધી એક્ટિવિટી અટકાવવા માટે ઇમેલ કરી દીધા છે. આ ઇમેલમાં મુંદ્રા પેટ્રોકેમ લિમિટેડના ગ્રીન પીવીસી પ્રોજેક્ટ માટે કહેવામાં આવ્યું છે કે બીજી નોટિસ સુધી બધી એક્ટિવિટી અટકાવી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp