સુપ્રીમ કોર્ટથી અનિલ અંબાણીને એક દિવસમાં બે મોટી રાહત

PC: dnaindia.com

દેવામાં ડૂબેલ કંપની રિલાયન્સના માલિક અનિલ અંબાણી માટે શુક્રવારનો દિવસ આશાની નવી કિરણો લઇને આવ્યો. એક જ દિવસમાં તેમને બે મોટી રાહત આપવામાં આવી. ખાસ વાત તેમ છે કે બંને ખુશીઓ તેમને સુપ્રિમ કોર્ટમાં મળી.

છેલ્લા થોડા સમયથી તે સરકાર અને કોંગ્રેસ વચ્ચે રાફેલ ડીલના આરોપ- પ્રત્યારોપમાં મૂકવામાં આવી રહ્યા હતા. તો બીજી તરફ તેમની કંપની રિલાયન્સ કોમ્યુનીકેશન્સ એક વાર ફરીથી દેવાલીયા થવાના રસ્તે હતી. આ બંને જ મુસીબતોમાંથી તેમને રાહત મળી છે.

રાફેલ પર રાહત

શુક્રવારના રોજ સુપ્રિમકોર્ટે રાફેલ ડીલને લઇને નોંધેલ તમામ યાચિકાઓને ખારીજ કરી છે. વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ઓફસેટ પાર્ટનર માટે અનિલ અંબાણીની કંપની રિલાયંસ ડિફેન્સનો પક્ષ લિધો હતો પરંતુ સુપ્રિમ કોર્ટે તેને પાયા વિહોણું જણાવ્યુ હતું.

અનિલે શું કહ્યું?

અનિલ અંબાણીએ ઘણા અરબ ડોલરના રાફેલ જેટ સૌદા પર સુપ્રિમકોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા જણાવ્યુ કે તેનાથી તે સાબિત થયું છે કે તેમની કંપની વિરૂધ્ધમાં લગાવવામાં આવેલ આરોપ રાજનીતી પ્રેરિત અને ખોટા હતા. સૌદા અંગે અદાલતની દેખરેખમાં તપાસની માંગ કરનાર ઘણી અરજીઓ પર આપવામાં આવેલ નિર્ણયમાં શીર્ષ અદાલત દ્વારા જણાવ્યુ કે, ફ્રાંસથી 36 રાફેલ લડાકૂ વિમાન ખરીદીને સૌદામાં નિર્ણય લેવાની પ્રક્રિયા પર સંદેહ કરવાનું કોઇ કારણ નહિ.

અંબાણીએ એક નિવેદનમાં જણાવ્યુ કે, હું માનનીય સુપ્રિમ કોર્ટના રાફેલ સોદાને લઇને નોંધવામાં આવેલ જનહિત યાચિકાઓને ખારિજ કરવાના આજના નિર્ણયનો સ્વાગત કર્યું છે. તેનાથી તે સાબિત થાય છે કે ખાનગી રીતે મારી પર અને રિલાયન્સ સમૂહ પર લગાવવામાં આવેલ આરોપ પૂર્ણ રીતે ખોટુ પાયાવિહોણું અને રાજનીતી પ્રેરિત છે.

બીજી રાહત

અનિલ અંબાણી માટે સુપ્રિમ કોર્ટ પાસેથી શુક્રવારે જ એક બીજી રાહત આવી. ટેલિકોમ ડિપાર્ટમેન્ટે સુપ્રિમ કોર્ટને જણાવ્યુ કે, આરકોમના સ્પેક્ટ્રમ સેલને સોમવાર સવાર સુધીમાં મંજૂરી આપવામાં આવશે. ટેલિકોમ કંપની માટે આ એક મોટી રાહત છે. જે આ ગ્રીન સિગ્નલ બાદ સંપત્તિને વેચીને તેના દેવાની ભરપાઇ કરશે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનીકેશન (DOT) એ શુક્રવારે સુપ્રિમ કોર્ટને જણાવ્યુ કે સ્પેક્ટ્રમ બકાયા રૂપે રિલાયન્સ ગ્રૂપ દ્વારા આપવામાં આવેલ 14સો કરોડ રૂપિયાની કોર્પોરેટ ગેરંટીને લઇને જરૂરી પ્રક્રિયાઓને પૂર્ણ કરવામાં આવી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp