ખેડૂતે ફ્રીમાં 5 ટન તરબૂચ આપવાની રજૂઆત કરી, સેનાએ બજાર ભાવે ખરીદી લીધા

PC: telegraphindia.com

રાંચી વિશ્વવિદ્યાલયના ગ્રેજ્યુએટ 25 વર્ષીય રંજન કુમાર મહતો કોરોના વાયરસ સંક્રમણના લીધે લાગૂ પ્રતિબંધોના કારણે પોતાના ખેતરમાં ઉગાડેલા તરબૂચ જ્યારે ન વેચી શક્યા તો તેમણે રામગઢ છાવણીના સિખ રેજિમેન્ટ સેન્ટરના સૈનિકોને પાંચ ટન તરબૂચ ફ્રીમાં આપવાની રજૂઆત કરી, પણ સેનાએ તરબૂચ બજારના ભાવે ખરીદી લીધા.

રામગઢ સ્થિત સિખ રેજિમેન્ટલ સેન્ટરના કમાન્ડર બ્રિગેડિયર એમ શ્રીકુમાર સહિત NRCના અધિકારી ખેડૂત રંજન કુમાર મહતોથી એટલા પ્રભાવિત થયા કે બોકારો જિલ્લાની પાસે સ્થિત તેમના ખેતર પહોંચ્યા અને તેમની પાસેથી બજારના ભાવે તરબૂચની ઉપજ ખરીદી લીધી.

કમાન્ડર બ્રિગેડિયર શ્રીકુમારે જણાવ્યું કે, તેમને યુવા ખેડૂત રંજન કુમાર મહતોની તરબૂચની ખેતી વિશે જાણકારી મળી અને જાણ થઇ કે કોરોના વાયરસ સંક્રમણના પ્રસારને રોકવા માટે રાજ્યમાં લાગૂ લોકડાઉનના કારણે તેઓ તરબૂચના પાકને યોગ્ય ભાવે વેચી શકે એમ નહોતા. તેમણે કહ્યું કે, મને જાણ થઇ કે મહતોએ આ કારણે લગભગ સવા સૌ ટન તરબૂચની પેદાવરમાંથી 5 ટન તરબૂચ ફ્રીમાં સેનાને આપવાની રજૂઆત કરી છે.

કુમારે જણાવ્યું કે, આખા મામલા વિશે જાણ થતા તેઓ પરિવાર સાથે અને અન્ય અધિકારીઓ સાથે મહતોના ખેતરે ગયા અને ત્યાંથી સેનાની ટ્રકોમાં તરબૂચ રેજિમેન્ટલ સેન્ટર લઇ ગયા. શ્રીકુમારે જણાવ્યું કે, મહતોએ સેનાને ફ્રીમાં તરબૂચ આપવાનો પ્રસ્તાવ રાખ્યો હતો પણ અમે તેમને બજારના ભાવે પૈસા ચૂકવ્યા અને તેમને પ્રોત્સાહિત પણ કર્યા.

તો યુવા ખેડૂત મહતોએ જણાવ્યું કે, તેણે રાંચી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યા પછી વ્યાવસાયિક ખેતી કરવાનો નિર્ણય લીધો હતો અને 25 એકરની જમીન લીઝ પર લીધી હતી. મહતોએ જણાવ્યું કે તેણે આ વર્ષે તેમાંથી 5 એકરની જમીન પર લગભગ 15 લાખ રૂપિયાના ખર્ચે તરબૂચની ખેતી કરી પણ લોકડાઉનના કારણે તરબૂચના ખરીદદારો મળી રહ્યા નહોતા.

મહતો કહે છે, તેણે ખેતરમાં અન્ય પ્રકારના શાકભાજી પણ ઉગાડ્યા છે પણ રાજ્યમાં લાગૂ લોકડાઉનના કારણે તેણે આ વર્ષે ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. રામગઢથી સેનાના સિખ રેજિમેન્ટ સેન્ટરના અધિકારી મારા આમંત્રણ પર ખેતરે આવ્યા અને 5 ટન તરબૂત ખરીદી લઇ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp