કોરોનાથી લડવા Wiproના અઝીમ પ્રેમજી આપ્યા એટલા રૂપિયા કે તમે કહેશો વાહ

PC: twitter.com/VaibhavKinkar2

કોરોના સામે જંગ  લડવા માટે PM મોદીએ દાન કરવા માટે બિઝનેસમેનોને અપીલ કરી હતી અને ત્યાર બાદ અનેક બિઝનેસમેનોએ PM કેર ફંડમાં રૂપિયા આપ્યા હતા, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 500 કરોડ, ટાટા ગ્રુપે 1500 કરોડ. પરંતુ હવે વિપ્રો ગ્રુપે કોરોના સામે લડવા માટે 1125 કરોડ રૂપિયા ખર્ચ કરવાની જાહેરાત કરી છે. પરંતુ તેઓ આ રકમ PM કેર ફંડમાં દાન કરશે નહીં. ગ્રુપ આ રકમ પોતાના ફાઉન્ડેશન દ્વારા ખર્ચ કરશે. વિપ્રો ગ્રુપે બુધવારના રોજ એક સ્ટેટમેન્ટ જાહેર કરતા જણાવ્યું હતું કે, કોવિડ-19થી ઉભા થયેલા અભૂતપૂર્વ સ્વાસ્થ્ય અને માનવીય સંકટને જોતા વિપ્રો લિમિટેડ, વિપ્રો એન્ટરપ્રાઇઝેઝ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન મળીને 1125 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

આ પૈસા પ્રભાવિત વિસ્તારોમાં માનવીય સહાયતા, સ્વાસ્થ્ય સુવિધામાં વધારો કરવા માટે વાપરવામાં આવશે. આને અજીમ પ્રેમજી ફાઉન્ડેશનની 1600 કર્મચારીઓની ટીમ લાગૂ કરશે.

Image

કંપનીના જણાવ્યાનુસાર આ 1125 કરોડ રૂપિયામાંથી 100 કરોડ રૂપિયા વિપ્રો લિમિડેટ, 25 કરોડ રૂપિયા વિપ્રો એન્ટરપ્રાઇઝેઝ અને 1000 કરોડ રૂપિયા અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, PM મોદીની મદદની અપીલ બાદ PM ફંડ કેરમાં દાન કરવા માટે બિઝનેસમેનોથી લઈને બોલિવુડ સેલિબ્રિટિઝ અને ક્રિકેટરોએ લાઇન લગાવી દીધી હતી, જેમાં અક્ષય કુમારે 25 કરોડ, ટાટા ગ્રુપે 1500 કરોડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 500 કરોડ, વેદાંતા ગ્રુપે 100 કરોડ દાન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp