કેમલ મિલ્ક ડાયાબિટીસ અને ટીબી મટાડે છે? શું આ સાચું છે?

PC: timesofindia.indiatimes.com

દૂધથી નહાવાથી ચામડી સુંદર થાય છે અને ચહેરા પર નિખાર આવે છે તેવું ક્લીઓપેટ્રા માને છે પરંતુ દૂધની મદદથી બીપી, ટીબી અને ડાયાબિટીસ જેવા રોગ કન્ટ્રોલમાં આવે છે તેવું સંશોધન રાજસ્થાનના બિકાનેરમાં કેમલ મિલ્કની એક સંશોધન શાળા નેશનલ કેમલ રીસર્ચ સેન્ટરનું છે.

આ સેન્ટરની મુલાકાતે ગયેલા વિદેશી પર્યટકોએ કેમલ મિલ્કનો ઉપયોગ કરીને ઇન્સ્યુલીનના ઇન્જેક્શન બંધ કર્યા હોવાના દાખલા નોંધાયા છે. કેમલ રીસર્ચ સંસ્થાના ડાયરેક્ટર કહે છે કે અમે આ સેન્ટરમાં બિકાનેરી, જેસલમેરી અને કચ્છી ઊંટની નસલને સુધારવાનું કામ કરીએ છીએ.

આ સંસ્થાના ચાર સંશોધકોએ ડાયાબિટીક વિદેશી પેશન્ટોને ઊંટડીનું દૂધ પિવડાવીને ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં સફળતા મેળવી છે. આ સંશોધનમાં 92 ટકા પેશન્ટો કે જેઓ ઇન્સ્યુલીનના ઇન્જેક્શન લેતાં હતા તે બંધ કર્યા છે. તેમનો ડાયાબિટીસ કાબૂમાં આવ્યો છે. જ્યારે ટીબીના દર્દીઓમાં પણ ચમત્કારીક પરિણામ મળ્યાં છે.

ફાસ્ટીંગ બ્લડશ્યુગરમાં સુધારો થયો છે અને ટીબીના દર્દીઓના ફેફસા મજબૂત બન્યાં છે. સંશોધકોના મતે કેમલ મિલ્કમાં 40 ટકા કોલેસ્ટ્રોલ ઓછું છે. તેમાં ખનીજ તત્વો જેવાં કે સોડીયમ, પોટેશ્યમ, મેગ્નેશ્યમ અને આયોડીનનું પ્રમાણ ઉંચું છે. વિટામીન-સી તેમજ પ્રોટીન ગાયના દૂધ કરતાં કેમલ મિલ્કમાં વધારે જોવા મળ્યું છે તેથી તે વધારે અસરકારક સાબિત થયું છે.

આ દૂધ પીવામાં ખારૂં લાગે છે. તે પાતળું અને સફેદ છે. આ દૂધને 10 દિવસ સુધી ઉકાળવામાં ના આવે તો પણ તે બગડતું નથી. એક ઊંટડી દિવસમાં 10 લીટર દૂધ આપતી હોય છે જેમાં 88 ટકા પાણીનો હિસ્સો છે. હવે તો ગુજરાતમાં પણ બઘી જગ્યાએ ઊંટડીનું દૂધ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp