ATMમાંથી પૈસા ઉપાડવાનો નિયમ આ બેંકે બદલ્યો, લાગશે ચાર્જ

PC: thebalance.com

ATM ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય IDBI Bankએ લીધો છે. IDBI Bankએ આ બાબતે SMS દ્વારા તેના ગ્રાહકોને માહિતી આપી છે. આ SMSમાં IDBI Bankએ ગ્રાહકોને કહ્યું કે, જો તેઓ નૉન-IDBI Bankના ATMમાંથી પૈસા ઉપાડશે અને જો ઓછા બેલેન્સને કારણે તેમનું ટ્રાન્ઝક્શન ફેઈલ જશે, તો ગ્રાહકોએ તેના માટે ટ્રાન્ઝેક્શન ચાર્જ દીઠ 20 રૂપિયા ચૂકવવાના રહેશે. આ સાથે બેંકે એ પણ માહિતી આપી છે કે, ATM ટ્રાન્ઝેક્શનનો આ નવો નિયમ 1 ડિસેમ્બર, 2019 થી લાગૂ કરી દેવામાં આવશે.

અન્ય બેંકોમાં ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારેઃ

ખાનગી અને જાહેર ક્ષેત્રની મોટાભાગની બેંકો ATM ટ્રાન્ઝેક્શન વિના મૂલ્યે આપે છે. IDBI Bank તેના ATM પર અનલિમિટેડ ATM ટ્રાન્ઝેક્શનની ઑફર કરે છે, પરંતુ અન્ય બેંકોના ATM પર આ મર્યાદા એક મહિનામાં મહત્તમ 5 ટ્રાન્ઝેક્શન સુધીની છે. આ મર્યાદાથી વધારે ટ્રાન્ઝેક્શન કરવા પર ટ્રાન્ઝેકશન દીઠ 20 રૂપિયા નાણાકીય ચાર્જ ચૂકવવો પડે છે. તો વળી નૉન ફાઇનાન્શિયલ ચાર્જ પ્રતિ ટ્રાન્ઝેકશન 8 રૂપિયા છે.

  • IDBI Bank સિવાય અન્ય બેંકો પણ બીજી બેંકોના ATM ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લે છે. બેંક ઓફ બરોડા(BOB) બેંક પણ ફાઇનાન્શિયલ ચાર્જ તરીકે 20 રૂપિયા અને નૉન ફાઇનાન્શિયલ ચાર્જ તરીકે 8 રૂપિયા વસૂલે છે.
  • કોટક મહિન્દ્રા બૅન્ક 20 રૂપિયા ફાઇનાન્શિયલ ચાર્જ તરીકે અને નૉન ફાઇનાન્શિયલ ચાર્જ અને જીએસટી 8.50 રુપિયા વસૂલે છે.
  • પંજાબ નેશનલ બૅન્ક(PNB)માં પણ એક મહિનામાં અન્ય બેંકોના મહત્તમ 5 ATM ટ્રાન્ઝેક્શનની મર્યાદા છે.
  • કેનેરા બૅન્કમાં આ માટે ફાઇનાન્શિયલ ચાર્જ 20 રૂપિયા છે અને નૉન ફાઇનાન્શિયલ ચાર્જ 10 રુપિયા અને જીએસટી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp