સિટી ગ્રુપ ભારત સહિત 13 મોટા બજારોમાં પોતાનો બિઝનેસ સમેટશે

PC: geomarketing.com

સિટી ગ્રૂપના CEO જેન ફ્રેસરે કહ્યું કે ગ્લોબલ બેન્કિંગ ગ્રુપ સિટી ગ્રુપ ભારત, ચીન અને અન્ય 11 ખુદરા બજારોમાંથી પોતાનો બિઝનેસ સમેટી રહ્યું છે. આ દેશોમાં કંપની પાસે એટલા સંસાધન નથી બચ્યા કે પ્રતિસ્પર્ધાનો સામનો કરી શકાય. આ રીતે સિટી ગ્રુપ કુલ 13 દેશોમાંથી બેન્કિંગ સુવિધાઓ ગ્રાહકોને પ્રદાન નહીં કરી શકે. ગ્રૂપનું કહેવું છે કે તે આ 13 દેશોમાં બેન્કિંગ બિઝનેસ સમેટ્યા બાદ પૂંજી સંચાલન પર ધ્યાન આપશે. સિટી ગ્રુપ હવે વૈશ્વિક કન્ઝ્યુમર બેન્કિંગ બિઝનેસમાં સિંગાપુર, હોંગકોંગ, લંડન અને UAE પર ધ્યાન કેન્દ્રિત કરશે.

વૈશ્વિક બેન્કિંગ ગ્રુપ સિટી ગ્રુપે ભારત, ચીન સહિત 11 મોટા દેશોમાંથી પોતાનો કન્ઝ્યુમર બેન્કિંગ બિઝનેસ સમેટવાનો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા કેસો વચ્ચે બેન્કિંગ ક્ષેત્રનો આ સૌથી મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, પરંતુ ચીન અને ભારતમાંથી બિઝનેસ સમેટવો કંપની માટે મોટો ઝટકો છે, કેમ કે આ દેશોમાં દુનિયાની લગભગ 25 ટકા વસ્તી છે. જેન ફ્રેસરે માર્ચ 2021મા જ કંપનીનું CEO પદ સંભાળ્યું હતું. તેમનું કહેવું છે કે રિટેલ બેન્કિંગની જગ્યાએ વેલ્થ મેનેજમેન્ટમાં સારી સંભાવનાઓ છે.

સિટી ગ્રુપે જે 13 દેશોમાંથી પોતાનો બિઝનેસ સમેટવાનો નિર્ણય લીધો છે, તેમાં મોટાભાગના એશિયાઈ દેશો સામેલ છે. સિટી ગ્રુપનો વૈશ્વિક કન્ઝ્યુમર બિઝનેસ 2020ના અંતમાં 6.5 અબજ ડોલર રહી ગયો હતો. તેની 224 ખુદરા શાખાઓ હતી અને તેમાં 123.9 અબજ ડોલરની જમા પૂંજી હતી. ભારતની સિટી બેન્કના બિઝનેસની વાત કરીએ તો દેશમાં સિટી બેન્કની લગભગ 35 બ્રાન્ચ છે. તેમાં લખનૌ, અમદાવાદ, ઔરંગાબાદ, બેંગ્લોર, ચંડીગઢ, ફરીદાબાદ, ગુરુગ્રામ, જયપુર, મુંબઈ, નાગપુર, નાસિક, નવી દિલ્હી, પૂણે, હૈદરાબાદ અને સુરત જેવા શહેરોની બ્રાન્ચ સામેલ છે.

કન્ઝ્યુમર બિઝનેસ બેન્કિગમાં તેના લગભગ 4 હજાર લોકો કામ કરે છે. દેશમાં આ બેન્કના લગભગ 25 લાખ ગ્રાહકો છે. સિટી ગ્રૂપના CEO જેન ફ્રેસરે કહ્યું કે આ કંપની રણનીતિ સમીક્ષાનો ભાગ છે. તેનાથી અમને મજબૂત ગ્રોથની સંભાવના લાગી રહી છે અને વેલ્થ મેનેજમેન્ટમાં વધારે ચાન્સ દેખાઈ રહ્યા છે. સિટી બેન્ક જે એશિયાઈ બજારોમાંથી નીકળી રહી છે, ત્યાંથી વર્ષ 2020મા ગ્લોબલ કન્ઝ્યુમર બેન્કિંગ બિઝનેસ કંપનીની 6.5 અબજ ડોલરની આવક થઈ હતી.

વર્ષ 2020ના અંત સુધી ગ્રૂપની 224 રિટેલ બ્રાન્ચ અને 123.9 અબજ ડોલરનું ડિપોઝિટ રહ્યું હતું. તમને જણાવી દઈએ કે ભારતમાં સિટી ગ્રૂપની એન્ટ્રી વર્ષ 1902મા થઈ હતી અને તેણે કન્ઝ્યુમર બેન્કિંગ બિઝનેસ 1985મા શરૂ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp