Credit card પેમેન્ટ ડ્યૂ હોય ને ચૂકવણી માટે ખાતામા રૂ. ન હોય તો શું કરશો...વાંચો

PC: zeebiz.com

ઘણીવાર એવું થાય છે જ્યારે આપણે Credit card દ્વારા જરૂરત કરતા વધારે પૈસા ખર્ચ કરી નાખીએ છીએ અને ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ જોઇને હોંશ ઉડી જાય છે. સ્થિતિ ત્યારે વધુ ખરાબ બને છે જ્યારે આપણા બેંક અકાઉન્ટમાં પેમેન્ટ માટે પર્યાપ્ત બેલેન્સ હોતું નથી. એવામાં ચૂકવણીને આવતા મહિના માટે ટાળવામાં સમજદારી નથી. જાણો આવી સ્થિતિમાં શું કરવું જોઇએ.

Credit card પેમેન્ટને ટાળ્યું તો શું થશે

જો તમે Credit cardનું પેમેન્ટ કર્યું નહીં અને તેને આવતા મહિના માટે ટાળી દીધું તો તેના બે નુકસાન છે-

  1. આવતા મહિને તમારે આખું પેમેન્ટ કરવાનું રહેશે, સાથે જ વ્યાજ અને પેનેલ્ટી પણ ચૂકવવાની રહેશે.
  2. પૂરેપૂરા પૈસા આપવા છતાં ક્રેડિટ સ્કોર ખરાબ થઇ શકે છે. એવું પણ બની શકે કે આવતા મહિને બિલ અમાઉન્ટ વધી જાય અને તમે ફરી પેમેન્ટ ન કરી શકો.

મિનિમમ ડ્યૂ પેમેન્ટ જરૂર કરો

તમે તમારા Credit card બિલને ધ્યાનથી જોશો તો દેખાશે કે ટોટલ આઉટસ્ટેન્ડિંગ બિલની સાથે જ મિનિમમ ડ્યૂ અમાઉન્ટ પણ લખ્યું હોય છે. જો તમે મિનિમમ પેમેન્ટ કરી દો, તો બાકીની રકમ પર આવતા મહિને વ્યાજ તો આપવું જ પડશે પણ કોઇ પેનેલ્ટી લાગશે નહીં. સાથે જ તમારી ક્રેડિટ હિસ્ટ્રી પણ ખરાબ થશે નહીં. માટે જો Credit cardનું બિલ વધારે આવી ગયું હોય તો મિનિમમ પેમેન્ટ કરીને આવતા મહિને ખર્ચ પર કાબૂ રાખીને આખું પેમેન્ટ કરી શકો છો.

Credit card લિમિટ કરતા વધારે ખર્ચ કરશો તો શું થશે

દરેક Credit cardની એક લિમિટ હોય છે. દર મહિને તમે એટલા રૂપિયા ખર્ચ કરી શકો છો. પેમેન્ટ તારીખ પર ખર્ચ કરવામાં આવેલી રકમ ચૂકવવા પર તમને કોઇ વધારાનો ચાર્જ કે વ્યાજ આપવો પડશે નહીં. પણ જો તમે Credit card લિમિટ કરતા વધારે રૂપિયા ખર્ચ કર્યા છે તો તમારે ચાર્જ આપવાનો રહેશે. આ ચાર્જ લગભગ 600 થી 1000 રૂપિયા સુધીનો આવી શકે છો. માટે સારું એ રહેશે કે તમે પોતાની ક્રેડિટ લિમિટનું ધ્યાન રાખો અને તેનાથી વધારે ખર્ચ કરો નહીં. તમે ક્રેડિટ કાર્ડ કંપની સાથે સંપર્ક કરીને પોતાની ક્રેડિટ લિમિટ વધારી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp