18 સરકારી બેંકોમાં 1.17 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલાઓ, આ બેંક મોખરે

PC: punjabkesari.in

RTI દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પહેલા 9 મહિના(એપ્રિલ-ડિસેમ્બર) 2019 દરમિયાન 18 સરકારી બેંકોમાં કુલ 1.17 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડીના 8926 મામલાઓ સામે આવ્યા છે. જેમાંથી દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા છેતરપિંડીનો સૌથી વધુ શિકાર બની છે. RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે જણાવ્યું કે, ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)એ તેમને સૂચના અધિકાર હેઠળ આ જાણકારી આપી છે.

SBI દ્વારા 30,300.01 કરોડ રૂપિયાની બેન્કિંગ છેતરપિંડીના 4769 મામલાઓ નોંધાયા છે. આ રકમ આ સમયગાળામાં સરકારી બેંકોમાં બેન્કિંગ છેતરપિંડીના નોંધાયેલા મામલાઓની કુલ રકમ 1,17,463.73 કરોડ રૂપિયાના લગભગ 26 ટકા છે.

કઈ બેંકમાં છેતરપિંડીના કેટલા મામલાઃ

  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)- 30,300.01 કરોડ રૂપિયા- 4,769 મામલા
  • પંજાબ નેશનલ બેંક (PNB)-14,928.62 કરોડ રૂપિયા- 294 મામલા
  • બેંક ઓફ બરોડા (BoB)- 11,166.19 કરોડ રૂપિયા- 250 મામલા
  • અલાહાબાદ બેંક- 6,781.57 કરોડ રૂપિયા- 860 મામલા
  • બેંક ઓફ ઈન્ડિયા (BoI)- 6,626.12 કરોડ રૂપિયા- 161 મામલા
  • યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા (UBI)- 5,604.55 કરોડ રૂપિયા- 292 મામલા
  • ઈન્ડિયન ઓવરસીઝ બેંક- 5,556.64 કરોડ રૂપિયા- 151 મામલા
  • ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ(OBC)- 4,899.27 કરોડ રૂપિયા- 282 મામલા

કેનરા બેંક, યૂકો બેંક, સિન્ડિકેટ બેંક, કોર્પોરેશન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેંક, યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંકમાં 1867 મામલાઓ સામે આવ્યા છે. જેમાં કુલ 31,600.76 કરોડ રૂપિયાની રોકડ સામેલ છે. RBI દ્વારા RTI હેઠળ આપવામાં આવેલી જાણકારીમાં બેન્કિંગ છેતરપિંડીના મામલાઓની પ્રકૃત્તિ અને કપટનો શિકાર થયેલી બેંકો કે તેમના ગ્રાહકોને થયેલા નુકસાન અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp