80 ડોલર પ્રતિ બેરલની નીચે ગયું ક્રૂડ ઓઈલ, પણ સસ્તું ક્યારે થશે પેટ્રોલ અને ડીઝલ

PC: thehindubusinessline.com

ભારત માટે એક રાહતના સમાચાર છે. કાચા તેલના ભાવ 2022ના નીચલા સ્તર પર આવી ગયા છે. વૈશ્વિક સંકટને જોતા સેન્ટીમેન્ટ ખરાબ થવાથી બ્રેન્ટ ક્રુડ ઓઇલના ભાવ 80 ડોલર પ્રતિ બેરલની નીચે આવી ગયા છે. બ્રેન્ટ ક્રુડ ઓઇલના ભાવ 78.65 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યા છે. બીજી બાજુ WTI ક્રુડના ભાવ 73.49 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગયા છે.

2022માં આ બીજો મોકો છે કે જ્યારે બ્રેન્ટ ક્રુડ ઓઇલ 80 ડોલર પ્રતિ બેરલની નીચે આવી ગયા છે. ફેડરલ રિઝર્વના વ્યાજ દર વધારવાની આશંકાઓ અને મંદીની સંભાવનાના કારણે કાચા તેલમાં આ મોટો કડાકો આવ્યા છે. વિશ્વભરની સેન્ટ્રલ બેન્કોની સખત મોનેટરી પોલિસીની પણ અસર છે. ભારતમાં RBIએ ઉંચી મોંઘવારીના કારણે રેપો રેટમાં પાંચમી વખત વધારો કર્યો છે. બીજી બાજુ ચીનમાં સર્વિસ સેક્ટર ઇક્વિટી 6 મહિનાના નીચલા સ્તર પર આવી ગઇ છે. તો યુરોપિનય દેશોમાં મોંઘા એનર્જી પ્રાઇસિઝ અને મોંઘી લોનના કારણે આર્થિક વિકાસ દરમાં મોટો ઘટાડો આવવાની સંભાવના છે. આ બધા કારણોથી કાચા તેલ પર દબાણ છે. હાલના વર્ષમાં યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના કારણે કાચા તેલના ભાવ 139 ડોલર પર્તિ બેરલ સુધી પહોંચી ગયા હતા. એટલે ક્રુડના ભાવમાં પોતાના હાઇથી 61 ડોલર પ્રતિ બેરલનો ઘટાડો આવ્યો છે.

કાચા તેલમાં કડાકો ભારત માટે સારા સમાચાર છે. કારણ કે, ભારત પોતાની ખપતનું 80 ટકા તેલ આયાત કરે છે. કાચા તેલના ભાવમાં ઘટાડો આવવાથી જ્યાં મોંઘવારીને ઓછી કરવામાં મદદ મળશે. ત્યાં કેન્દ્ર સરકારને પોતાના ફિસ્કલ ડેફિસિટને ઓછું કરવામાં મદદ મળી શકે છે. તેનાથી વિદેશી મુદ્રા કોષમાં આવતા ઘટાડાને પણ રોકી શકાશે.

કાચા તેલના ભાવોમાં ઘટાડાનો ફાયદો મોટા ઉપભોક્તાઓને મળી શકે છે. પેટ્રોલ ડીઝલના ભાવોમાં આવનારા દિવસોમાં સરકારી તેલ કંપનીઓ ઘટાડો કરી શકે છે. ડીઝલના ભાવ ઘટશે તો માલની હેરફેર પણ સસ્તી થશે અને તેના કારણે કેટલીક રોજીંદી ચીજ વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો આવતો જોવા મળી શકે છે અને સમાન્ય લોકો માટે મોંઘવારી ઓછી થતી જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp