2001થી 2019 સુધી નર્મદા નહેર 800 સ્થળોએ ફાટી છે

PC: facebook.com

નર્મદા નહેર ફાટવાના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. 2001થી 2019 સુધી નર્મદા નહેર 800 સ્થળોએ ફાટી છે. જેમાં સૌથી વધું તો 2014-15થી લઈને 2018 સુધી 295 સ્થળે 12 જિલ્લામાં નર્મદા નહેર તૂટી હતી. 2019માં નહેર ફાટવાની ઘટના પણ વધું બની છે. કોંગ્રેસનો આરોપ છે કે નહેરો બનાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાથી નહેરો ફાટે છે અને પાણી વેડફાઈ જાય છે.

વર્ષ 2013થી 2017 સુધીમાં રૂ.19,370 કરોડનો ખર્ચ નર્મદા યોજના બનાવવામાં થયું છે. તેમાં નહેરો બનાવવા માટે 2013-14થી 2018-19 સુધીમાં રૂ.21,964 કરોડનો ખર્ચ થયો છે. તેમ છતાં શાખા નહેરનું કામ 117 કિ.મી. વિશાખા નહેરનું કામ 258 કિ.મી., પ્રશાખા નહેરનું કામ 1976 કિ.મી. તથા પ્રપ્રશાખા નહેરનું કામ 9412 કિ.મી. બાકી છે.

કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, 2014-15થી લઈને 2018 સુધી 295 સ્થળે 12 જિલ્લામાં નર્મદા નહેર તૂટી તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર જવાબદાર છે. આ અંગે નર્મદા નિગમના કેટલાંક અધિકારીઓ લાંચ લેતા રંગે હાથ પકડાયા છે.

31 માર્ચ 2018માં છેલ્લા પાંચ વર્ષમાં 56 હજાર હેક્ટર વિસ્તારમાં નર્મદાનું પાણી જવાનું હતું તે હવે નહીં જાય. 18.55 લાખ હેક્ટરમાં આજે નર્મદાની સિંચાઈ થવી જોઈતી હતી. પણ ખરેખર તો 2 લાખ હેક્ટર સિંચાઈ થતી નથી.

નર્મદા નહેરથી સૌરાષ્ટ્રના બંધો ભરવાના હતા. તે પણ ચોમાસામાં વધારાનું પાણી આવે તેનાથી ભરવાના હતા. તે માટે 2012ની ચૂંટણી જીતવા માટે સૌરાષ્ટ્રમાં નરેન્દ્ર મોદીએ રૂ.10 હજાર કરોડની 1263 કિ.મી. લાંબી પાઈપલાઈન મંજૂર કરી હતી. તે પૈકી 384 કિ.મી. પાઈપ નાંખવામાં જ રૂ.10,581 કરોડ સપ્ટેમ્બર 2018 સુધીમાં ખર્ચાઇ ગયા હતા. હવે આ યોજના રૂ.20 હજાર કરોડે પહોંચી છે. છતાં સૌરાષ્ટ્રમાં પ્રજા પીવાના પાણીના વલખાં મારે છે. સિંચાઈની તો કોઈ વાત જ રહી નથી. પીવાના પાણીનાં જ સાંસા છે. આમ સરકારે પાણી પાછળ બેફામ ખર્ચાઓ કર્યા છે. જેનું કોઈ વળતર મળતું નથી.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp