દરિયાઇ નિયમન ક્ષેત્ર 500 મીટરથી ઘટાડીને 200 મીટર કરી દેવાયું

PC: khabarchhe.com

ધોલેરા ક્ષેત્રમાં દરિયા કાંઠે 11 મીટર સુધીની દરિયાની ભરતી આવે છે. જેના કારણે જમીન પર વ્યાપક પ્રમાણમાં દરિયાના ખારા પાણી ફરી વળે છે. અહીં 200 મીટર સુધીના સી.આર.ઝેડ. વિસ્તારમાં પડતા 9500 જંગલ વિસ્તાર છે આ સ્થળે પ્રવાસન ઉદ્યોગ વિકસાવવા માટે તેના પ્લાનમાં નક્કી કર્યું છે. જે મોટાભાગે પ્રવાસન રિસોર્ટ્સ, ગોલ્ફ, એક્વેરીયમની યોજના બનશે એવું પ્લાનમાં દર્શાવવામાં આવ્યું છે. તે અંગે પર્યાવરણ અંગેના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પર્યાવરણને વ્યાપક નુકસાન પહોંચી શકે છે. તેમ છતાં દરિયાઈ નિયમન ક્ષેત્ર (CRZ) 500 મીટરનું કાયદામાં સમગ્ર દેશમાં છે તે અહીં ઘટાડવા માટે 200 મીટર સુધી કરી દેવા માટે ગુજરાત સરકારે ભલામણ કરી અને તે સ્વીકારી લેવામાં આવી છે. સુંદર સપના કાગળ પર બતાવ્યા છે. કચ્છમાં અદાણીના કિસ્સામાં ગુજરાતના લોકોએ અનુભવ્યું છે કે, કાગળ પર પ્લાન બને છે પણ જમીન પર તેનો અમલ થતો નથી. 500 મીટર સુધી CRZ હતો તે ધોલેરામાં ઘટાડીને 200 મીટર સુધી લઈ જઈને કાયદાને મારી મચડી શકાતો હોય તો ભાજપના સત્તાધીશો ગમે તે હદ સુધી જઈ શકે છે. શું અસર થશે દરિયા કિનારાના સ્થળના વિકાસ માટે...

  • પ્રકૃતિ અને સંસ્કૃતિ પર નકારાત્મક અસરો જે લક્ષ્યને નુકસાન પહોંચાડી શકે છે
  • પ્રવાસીઓ દરિયો બગાડશે, ચેરના વૃક્ષો ખરાબ કરશે તેથી તેમને સંરક્ષણના મહત્ત્વ પર શિક્ષિત કરવામાં આવશે
  • સ્થાનિક વ્યવસાય માટે આર્થિક લાભો અને સંચાર (આ કુદરતી વિસ્તારોમાં અને આસપાસ રહેતા) મહત્તમ કરવામાં આવશે એવું સરકાર કહી રહી છે.
  • પ્રવાસન વિકાસ સામાજિક અને પર્યાવરણીય મર્યાદાથી વધે તો ભારે નુકસાન થઈ શકે છે તેથી સ્થાનિક રહેવાસીઓ સાથે સહકારમાં સંશોધકો દ્વારા નક્કી કરાયેલ સ્વીકૃત ફેરફાર કરાશે.
  • ચેર અને બીજા દરિયાઈ જીવોને ભારે નુકસાન થશે. તેથી પેટ્રોલીયમ પેદાશોનો ઉપયોગ ઓછો કરાશે, સ્થાનિક વનસ્પતિઓ અને વન્યજીવોનું સંરક્ષણ કરાશે અને કુદરતી રીતે તેનું સંવર્ધન કરાશે એવી ખાતરી સરકારે આપી છે.
  • માછીમાર કરતાં લોકોને ભારે અસર થશે. અન્ય સ્થાનિક સમુદાયોને જીવનની સુરક્ષા સામે ,સવાલો ઊભા થઈ રહ્યાં છે.
  • બીચ રિસોર્ટ અથવા હોટલના વિકાસ માટે નિયુક્ત વિસ્તારોમાં પ્રવાસન સંબંધિત વિકાસ કરાશે. પર્યાવરણ અને વન મંત્રાલયની પૂર્વ મંજૂરી સાથે પ્રવાસી અથવા મુલાકાતીઓના કબજા માટે CRZ-III અને CRZ-II. બીચ રિસોર્ટ અથવા હોટલનું નિર્માણ કરાશે પણ સરકાર કહે છે કે સંવેદનશીલ સ્થળે જેમકે દરિયાઈ ઉદ્યાન, ચેર, પરવાળા, દરિયાઈ જીવોનું પ્રજનન અને માછલીના વિસ્તારો, વન્યજીવન કોલોનીનું ધ્યાન સરકાર રાખશે તેથી તે વિસ્તારોમાં હોટેલો નહીં બનાવે એવી બાહેંધરી આપી છે. પણ તે કોઈ માની શકે તેમ નથી.
  • બાંધકામ HTLની જમીનની અંદર અને 200 મીટરની અંદર બાંધકામ નહીં થવા દેવામાં આવે એવું પણ સરકાર કરી રહી છે.
  • જે કંઈ બાંધકામ હશે તે જોખમી રેખા અથવા HTL માંથી 200 એમટીથી પણ આગળ હશે.
  • રેતીના ટેકરાઓને સપાટ નહીં કરે અથવા તો દરિયા કાંઠે વૃક્ષોની વાળ પણ નહીં કરે એવી ખાતરી આપી છે.
  • પાણીની રમતની સુવિધાઓ માટે કોઈ કાયમી બાંધકામ નહીં કરવામાં આવે.
  • રાજ્ય ગ્રાઉન્ડ વૉટર ઓથોરિટી પાસેથી એન.ઓ.સી. પ્રાપ્ત કર્યા પછી જ ભોંયરામાં બાંધકામ હાથ ધરાશે.
  • કુલ પ્લોટનું કદ 0.4 હેકટર કરતાં ઓછું નહીં હોય, પ્લોટ પર 33 ટકાથી વધુ બાંધકામ નહીં કરવામાં આવે. ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) 0.33 કરતાં વધી નહીં અને ખુલ્લા વિસ્તાર યોગ્ય વનસ્પતિ સાથે યોગ્ય રીતે લેન્ડસ્કેપ બનાવાશે.
  • મકાનની કુલ ઊંચાઈ 9 મીટર અને બાંધકામ બે ફ્લોર કરતાં વધારે નહીં.
  • એચટીએલ (HTL) ની 200 મીટરની અંદર ભૂગર્ભજળ ટેપ કરવામાં આવશે નહીં; 200 મીટરની અંદર 500 મીટર ઝોન તે માત્ર કેન્દ્રીય ગ્રાઉન્ડ વોટર બોર્ડ અથવા રાજ્યની સંમતિથી ટેપ કરવામાં આવશે.
  • પાણીમાં અથવા બીચ પર વિસર્જિત; અને કોઈ પ્રવાહી અથવા નક્કર કચરો હશે નહીં.
  • બીચ માટે જાહેર વપરાશની પરવાનગી આપવા માટે, કોઈપણ બે હોટલો અથવા બીચ રિસોર્ટ્સ વચ્ચે ઓછામાં ઓછા 20 મીટરની પહોળાઈની જગ્યા પૂરી પાડવામાં આવશે; અને કોઈ પણ કિસ્સામાં અવકાશ 500 એમટર્સ કરતા ઓછો હશે.
  • નજીકના નદીઓ, નહેરો, ઝરણાંઓ, ભીની જમીન અને સી.આર.ઝેડ. વિસ્તાર
  • સી.આર.ઝેડ. વિસ્તારમાં પડતા 9500 જંગલ વિસ્તાર છે. અનામત અને સંરક્ષિત વનને જાળવવામાં આવશે.
  • હાલના ગામની વસાહતોની આસપાસના વિસ્તાર જાળવી રાખાશે. ધોલેરા સર, વેળાવદર નેશલન પાર્ક, તથા તેની આસપાસના પ્રસ્તાવિત ઇકોસેન્સેટીવ ઝોન, વેળાવદર નેશલન પાર્કના સૂચિત ઈકોસ્ન્સેટીવ ઝોન તથા દરિયાઈ ખાડીઓ, નદીઓની આસપાસના જંગલો અને લીલા વૃક્ષોના વિસ્તારો જેમ છે તેમ જાળવી રખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp