શું તમે જાણો છો કેમ સુરત નંબર વન પર આવ્યું?

PC: twitter.com

સુરત શહેર ઇતિહાસમાં પણ વેપાર માટે નંબર વન શહેર રહ્યુ છે. અંગ્રેજોએ પોતાની ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો પાયો સુરતથી નાખ્યો હતો તેમ કહીએ તો કંઇ અતિશયોક્તિ ન કહેવાય. આજે જ્યારે લંડનની પ્રખ્યાત ઓક્સફર્ડ ઇકોનોમિક્સ અનુસાર જે રીપોર્ટ દુનિયાની સમક્ષ મુકવામાં આવ્યો છે, તેમાં ટોપ 10 વિકસતા શહેરોમાં સુરતનું સ્થાન નંબર વન પર છે.

યુરોપના અમુક રાજ્યોની કુલ વસ્તી કરતા પણ વધુ સુરતમાં લેબર્સ કામ કરે છે. આખા વિશ્વના હિરાને મઠારવાનું કામ સુરતમાં થાય છે. સુરતમાં દરરોજ લાખો મીટરનું કાપડ બને છે એટલું જ નહીં હિરાની જેમ કાપડમાં પણ રો થી લઇને વેલ્યુએડનું કામ સુરતમાં જ થાય છે. સુરતમાં જેટલા પુરુષ મજૂરી કરી રહ્યા છે તેટલા ઘરેબેસીને મહિલાઓ પણ કામ કરી રહી છે. સુરતના વેપારમાં લેબરોને આકર્ષવા માટે ઘણીબધી સ્કીમો છે. સારા પગારો, જોબ સિક્યોરીટી, ફેસેલીટી જેવા કારણોથી સુરતમાં સમગ્ર ભારત દેશમાંથી લોકો આવીને વસ્યાં છે. સાથે સુરત કે જેબ્રીજ સીટી માટે જાણીતી છે, ત્યાં હિરાઉદ્યોગનું સૌથી મોટું ડાયમંડ બુર્સ બનવા જઇ રહ્યુ છે તે બનવાથી સમગ્ર વિશ્વમાં થતું હિરાનું ટ્રેડિંગ સુરતમાંથી થશે. મેટ્રો પ્રોજેક્ટ સૌ કોઇ વાકેફ છે. સુરતશહેર દરીયા કિનારે આવેલો હોવાના કારણે સમુદ્ર દ્વારા જે વેપારની આશા પણ વધુ છે.

નિષ્ણાંતોના મતમુજબ જો સુરતના ટેક્સ કલેકશન સાથે જોડીએ તો આવનારા સમયમાં સુરત સરકાર માટે દુઝણી ગાય સમાન છે. વર્ષ 2035 સુધી સુરતમાંથી ડાયરેક્ટ અને ઇન ડાયરેક્ટ ટેક્સ કલેકશન પાંચ લાખ કરોડથી વધુ થઇ જશે. હાલ વર્ષ 2018માં આઇ.ટી, જીએસટી અને કસ્ટમનું ટેક્સ કલેકશન 23 હજાર કરોડ છે. જો આજની તારીખથી વર્ષ 2035 સુધી 20 ટકાના દરે ટેક્સ કલેકશન ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધતુ રહે તો સુરતથી ડાયરેક્ટ અને ઇન્ડાયરેક્ટ ટેક્સ કલેકશનનો ફિગર ચાર લાખ કરોડથી વધુ થશે. હાલ દર વર્ષે 20 ટકાના દરે જ ટાર્ગેટમાં વધારો થાય છે.

વેસ્ટર્ન કોરીડોર, લાંબા દરિયા કિનારાના કારણે મેગા ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટની પણ સારી તક છે.

ડાયમંડ બુર્સના કારણે કોર્પોરેટ સેક્ટરના વિકાસની તકો સોનેરી છે.

સ્માર્ટ સિટીની સાથે મેગા સિટી કોન્સેપ્ટ પર પણ કામ ચાલી રહ્યુ છે. ભારતમાં પાંચ જ્યારે ગુજરાતમાં બે ઇમર્જિંગ સિટી જેમાં અમદાવાદ અને સુરત છે.

લેબર- મૂડીરોકાણ આકર્ષવાની શક્તિ બીજા શહેરો કરતા સુરતમાં સૌથી વધારે છે.

ઇકો ટુરીઝમની વિશાળ તકો છે

એરપોર્ટ, મલ્ટીમોડેલ રેલ્વે સ્ટેશન, ડાયમંડ બુર્સ, મેટ્રો, ઇન્ટીગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્સેપ્ટ પર હાલ સુરતમાં કામ ચાલી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp