નોબેલ વિજેતા અર્થશાસ્ત્રીએ ભારતની અર્થવ્યવસ્થા અંગે વ્યક્ત કરી ચિંતા, કહી આ વાત

PC: i-scmp.com

દેશને આર્થિક મંદીમાંથી ઉગારવા માટે મોદી સરકાર તરફથી સતત નવા પગલા લેવાઈ રહ્યા છે. પાછલા દિવસોમાં હાઉસિંગ, ઓટો અને બેન્કિંગ માટે મહત્ત્વની જાહોરાતો કરવામાં આવી હતી. એવી જ રીતે રોકાણકારોને આકર્ષવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવ્યું છે.

એવામાં ભારતની આર્થિક સ્થિતિ પર બાંગ્લાદેશના નોબેલ પુરસ્કાર વિજ્તા અર્થશાસ્ત્રી મોહમ્મદ યૂનુસ એ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ભારતમાં હાલમાં અસ્થિર પરિસ્થિતિ છે. અને આવી પરિસ્થિતિમાં લોકો રોકાણ કરવા પહેલા ખચકાતા હોય છે.

તેમણે કહ્યું, મને નથી ખબર કે ભારતમાં શું ચાલી રહ્યું છે, પણ સૈદ્ધાંતિક રૂપે જ્યારે કોઈ દેશમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ બને છે તો લોકો રોકાણ કરવા પહેલા ઘણું વિચારે છે. તેઓ સંકોચમાં રહે છે. રોકાણકારો નીતિમાં મોટો ફેરફાર થાય તેની રાહ જોઈ રહ્યા છે. તેઓ એવો કોઈ નિર્ણય નથી લઈ રહ્યા જેમાં તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડે. એ જ કારણ છે કે ભારતમાં હાલમાં આર્થિક મંદી જેવી પરિસ્થિતિ બની છે.

રોકાણકારોમાં વિશ્વાસ વધારવા માટે તેમને સમજવાની જરૂર છે. એ જ એકમાત્ર ઉપાય છે. વિકાસને ગતિ આપવા માટે સ્વ-રોજગાર પર ભાર મૂકવો જોઈએ.

ઉદ્યોગને હવે આવનારી પેઢી માટે તૈયાર કરવાની જરૂર છે. મતલબ કે, કઈ રીતે રોજગારી ઊભી કરી શકાય અને કઈ રીતે શહેરોમાં થતું સ્થળાંતર રોકી શકાય. ઉદ્યોગોને માત્ર સિમિત સમય સુધી રોકવાની જગ્યાએ સ્વાસ્થ્ય, સૌર ઉર્જા, શિક્ષા કાર્યક્રમ જેવા સામાજિક કારોબર માટે પર્યાવરણ ઊભું કરવાની જરૂરત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp