નાના વેપારીઓ માટે ફેસબૂકની આટલા રૂપિયાની સહાયતાની જાહેરાત

PC: livehindustan.com

સોશિયલ મીડિયા કંપની Facebookએ ભારતના નાના મને મધ્યમ કક્ષાના વેપારીઓ માટે 4.3 મિલિયન ડૉલર એટલે કે, લગભગ 32 કરોડ રૂપિયાની સહાયતાની જાહેરાત કરી છે. લોકડાઉનના કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલા વેપારીઓની મદદ માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આ Facebook તરફથી નાના વેપારીઓ માટે માર્ચમાં 100 મિલિયન ડૉલરના ગ્લોબલ ગ્રાન્ટનો એક ભાગ છે. Facebook ઈન્ડિયાના MD અને VP અજીત મોહને કહ્યું હતું કે, આ સહાયતા દિલ્હી, ગુડગાંવ, મુંબઇ, હૈદરાબાદ અને બેંગ્લોરના 3 હજારથી વધારે નાના વેપારીઓને આપવામાં આવશે. તેમાં કેશ અને જાહેરાત ક્રેડિટ સામેલ છે. જેમાં કેશનો ભાગ વધારે છે.

અજીત મોહને કહ્યું કે, ‘આ અનુદાન કાર્યક્રમ બધી ઇન્ડસ્ટ્રીના નાના વેપારીઓ માટે ખુલ્લો થયો છે અને અપ્લાઈ કરવા માટે Facebook એપ્સની જરૂર નથી. એ સિવાય તેને મેળવનારા લોકો, ઉપયોગને લઈને સ્વતંત્ર હશે એટલે કે તેઓ ઇચ્છે તે રીતે તેનો ખર્ચ કરી શકે છે. COVID-19થી પ્રભાવિત નાના વેપારીઓની મદદ માટે Facebook અને Instagramએ ભારતમાં ગિફ્ટ કાર્ડ્સ ફીચરને પણ લોન્ચ કર્યું છે. તેનાથી વેપારી જરૂરિયાતના સમયે કેશ પ્રવાહ મેળવી શકે છે, ત્યારે પણ જ્યારે તેની દુકાન બંધ રહે. ગિફ્ટ કાર્ડથી નાના વેપારીઓને વધારે સંભવિત ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ મળશે. Facebook અને Instagram પર ગિફ્ટ કાર્ડ કૉન્ફિગર કરવું વેપારીઓ માટે મફત છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મોએ ઉપહાર કાર્ડ જાહેર કરવા અને મેનેજમેન્ટ માટે કેટલાક ભાગીદારો સાથે સમજૂતી કરી છે.

Facebook ઇન્ડિયાના MD અજીત મોહને કહ્યું હતું કે, નાના વેપારી Facebook માટે પ્રાથમિકતામાં છે. દુનિયામાં દર મહિને લગભગ 18 કરોડ નાના વેપારી પોતાના સંભવિત ગ્રાહકો સુધી પહોંચવા માટે Facebook ફેમિલી એપ્સનો ઉપયોગ કરે છે અને પોતાના વેપારને વધારે છે. તેનો મતલબ છે કે, દુનિયામાં દરેક 45 લોકોમાંથી એપ્સ પર એક નાનો વેપારી છે. ભારત સહિત દુનિયાભરમાં Facebook તરફથી કરવામાં આવી રહેલા સર્વેનો સંદર્ભ આપતા અજીત મોહને કહ્યું હતું કે, Facebook પર રહેલા ભારતના એક તૃતિયાંશ નાના અને મધ્યમ કક્ષાના વેપારી માને છે કે, આવનારા કેટલાક મહિનાઓમાં કેશ ફ્લોનો પડકાર રહેશે. તેમણે કહ્યું કે, ‘અમે આશા રાખીએ છીએ કે, અમારું અનુદાન અને કેટલાક અન્ય પગલાંઓથી વેપારીઓને આ સંકટમાંથી નીકળવામાં મદદ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp