18,000 ગ્રામ સભામાં ફેર જમીન માપણીના ઠરાવ કરાશે

PC: eletsonline.com

24- 04 - 2018 ના રોજ ગુજરાતમાં 18,000 ગામ સહિત દરેકે દરેક ગામમાં ખાસ ગ્રામસભા થવાની છે, ત્યારે ખેડૂતોને લગતા મુખ્ય ત્રણ મુદ્દા 18,000 ગામની ગ્રામસભામાં પસાર કરાવવા ખેડુત હિત રક્ષક સમિતિ દ્વારા દરેક ગામને  વિનંતી કરી છે. આ ત્રણ ઠરાવોમાં જમીન માપણી રદ કરી નવેસરથી કરવામાં આવે, ખેત ઉત્પાદનની દોઢ ગણો ભાવ આપવામાં આવે તથા તુરંત વીજ જોડાણ અને ખેતરમાં 24 કલાક વીજળી આપવામાં આવે. આ ત્રણેય ઠરાવ ગામના પોતાના હીત માટે છે. તેમ ખેડૂત હીત રક્ષક સમિતિ દ્વારા કહેવામાં આવ્યું છે. 

ઠરાવ નંબર 1 

વર્ષ 2009-10 થી 2015-16 દરમિયાન ગુજરાતમાં બધા જ ખેતરોના સર્વે નંબર ની જમીન માપણી કરવામાં આવી છે તેના ભાગરૂપે અમારા ગામમાં પણ જમીન માપણી થઈ ગઈ આ જમીન માપણી હકીકતમાં નિયમોનુસાર કરવાને બદલે માત્ર કાગળ પર થઈ જેના કારણે ગામના જે નકશા બનાવવામાં આવ્યા તે સંપૂર્ણ ભૂલ ભરેલા છે તેમા ખેડુતોના ખેતરની હદ દિશા બદલાઈ ગઈ, ખેતર લાંબા ટૂંકા અને આડા અવડા થઈ ગયા, ક્ષેત્રફળ માં ફેરફાર થઇ ગયો, વાડીએ જવાના રસ્તા નાબૂદ કરી નાખ્યા, નદી, નાળા, વૃક્ષો, વગેરે 23 બાબતો નકશામાં દર્શાવવાની હતી તે તમામમાં ભૂલો છે જેના કારણે ભવિષ્યમાં ભાઈઓ ભાઈઓ વચ્ચે, કુટુંબ કુટુંબ વચ્ચે વેરઝેર અને જગડાઓ ઉભા થશે ગામની સંપ અને શાંતિમાં ખલેલ પહોંચશે આ ભૂલો બાબતે ગત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ સ્વીકારી ચુક્યા છે કે "હા જમીન માપણી માં મોટી ભૂલો થઈ છે તે મારા પણ ધ્યાનમાં આવ્યું છે" તો આ ભુલોવાળી જમીન માપણી બાબતે ગામના બધા જ સર્વે નંબર માં ભૂલો હોય ગામના દરેક ખેડુત પાસે થી ભૂલ સુધારણ અરજી મંગાવવાને બદલે આખા ગામની જમીન માપણી રદ્દ કરી ફરીથી જમીન માપણી કરવાનો ઠરાવ અમો ગામ લોકો બહુમતી થી પસાર કરીયે છીએ

ઠરાવ નંબર 2 

ખેડુત સાપ વીંછીના જોખમો અને રોજ ભૂંડ જેવા જંગલી જાનવરો સામે લડી, ટાઢ તડકો જોયા વગર રાત દિવસ કાળી મજૂરી કરી કરી, મોંઘા ખાતર, દવા અને બિયારણ વાપરી પોતાના ખેતરમાં પાકનું ઉત્પાદન કરી જ્યારે આ પાક વેચવા માટે માર્કેટમાં મૂકે છે ત્યારે ખેડૂતને ઉત્પાદિત ખર્ચ કે પડતર કિંમત જેટલો પણ એનો ભાવ આવતો નથી અને આ બાબતનો કેન્દ્ર સરકારે નિમેલી સ્વામી નાથન સમિતિએ પણ સ્વીકાર કર્યો છે. સ્વામી નાથન સમિતિના સૂચનો ધ્યાને લઈ કેન્દ્ર સરકારે વર્ષ 2018-19 ના બજેટમાં ખેડૂતોને તેની ખેત પેદાશની પડતર કિંમત કરતા દોઢ ગણી કિંમત મળે તેની જોગવાઈ સાથે બજેટ પસાર કરી અમલમાં મૂક્યું છે અને 1 એપ્રિલ 2018 થી આ બજેટ અમલમાં પણ આવી ગયું છે ત્યારે સરકારે બજેટમાં લીધેલી બાબતનો અમલ થાય, ખેત પેદાશની દોઢ ગણી કિંમત દરેક ખેડૂતને મળે તેવો ઠરાવ આજની આ ગ્રામ સભામાં સમસ્ત ગામ સાથે મળી મહુમતીથી આ ઠરાવ પસાર કરીયે છીએ

ઠરાવ નંબર 3 

ખેડૂતો ને વીજળી પુરી પાડવીએ રાજ્ય સરકારની ફરજ છે અને ગુજરાત રાજ્ય વીજળી બાબતે સ્વ નિર્ભર છે પરંતુ ગુજરાતમાં માત્ર ખેડૂતને જ માંગવાથી વીજળીના મળે એવું બની રહ્યું છે કોઈ પણ ઉદ્યોગપતિ કે નાના નાના કારખાનેદાર ને વીજ કનેકશન માટે અરજી કરે કે પંદર વિસ દિવસ કે મહિનામાં વીજ કનેકશન આપી દેવામાં આવે છે જ્યારે ખેડુત પોતાના ખેતરમાં વીજ કનેકશન માંગે પછી 2 વરસથી લઇ 5-7 વર્ષ સુધી રાહ જોવી પડે છે તો ખેડૂતો સાથે  સરકારની આવી અન્યાયકારી નીતિ શા માટે? સરકારની આ ખેડુત વિરોધી નીતિને કારણે ખેડુત દુઃખી છે ત્યારે ખેડૂતો ને પણ ઉદ્યોગકારોની જેમ માંગવાથી તરત જ ખેત વીજ કનેકશન આપવામાં આવે તેવો ઠરાવ આજની આ ગ્રામસભામાં બહુમતીથી પસાર કરવામાં આવે છે

આ ઠરાવ પસાર કરાવતી વખતે ગામના લોકોની સહમતી હોય અને ગ્રામસભામાં ઉપસ્થિત સરકારના કર્મચારીઓ-અધિકારીઓ આનાકાની કરે, ના પડે તો તાત્કાલિક ચાલુ ગ્રામસભામાં જ ખેડૂત હીત રક્ષક સમિતિનાં કંટ્રોલ રૂમ 9924252499 પર સંપર્ક કરવો, જરૂર પડે તો ના પાડનાર કર્મચારી, અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરાવવા વિનંતી છે. તેમ પાલભાઇ આંબલિયા અને ગિરધારભાઈ વાઘેલાએ જણાવ્યું હતું. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp