ખેડૂત દંપત્તિએ મહીસાગર જિલ્લામાં સ્ટ્રોબેરી ઉછેરનો સફળ પ્રયોગ કર્યો

PC: khabarchhe.com

 મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધર (ઉત્તર) ગામનાં ખેડૂત પર્વતભાઇ  સાયબાભાઇ ડામોર અને તેમના પત્ની શાંતાબેન ડામોરે પ્રથમ વખત સ્ટ્રોબેરીની ખેતી કરી છે. 12 વર્ષથી ખેતરમાં રસાયણિક પેદાશો બનાવ્યા નથી. કુદરતી રીતે પ્રાકૃતિક ખેતી કરે છે. બાગાયત વિભાગની મદદથી તેઓ મહારાષ્ટ્રના મહાબળેશ્વર ખાતે તેમણે ખેતી જાણી હતી. મહાબળેશ્વરમાં વર્ષભર ઉષ્ણતામાન ખુશનુમા રહેતું હોવાથી સ્ટ્રોબેરીની સારી ખેતી થાય છે. મહીસાગરના પર્વતીય વનઆચ્છાદિત વાતાવરણમાં સ્ટ્રોબેરીની ખેતીની સફળતા માટે હવે આશા જન્મી છે. 

વીન્ટર ડાઉન સ્ટ્રોબેરીની જાતના રૂ.4ની કિંમતના 20 હજાર રોપા વિમાન માર્ગે ઉત્તરપ્રદેશના મેરઠની નર્સરીમાંથી મેળવ્યા હતા. જેમાં 10 હજાર રોપા કામમાં આવ્યા હતા.

હાલમાં તેમની સ્ટ્રોબેરીની નવતર ખેતીને એક માસ બાદ પ્રારંભિક સફળતા મળતી હોય તેવુ જણાઇ રહ્યું સ્ટ્રોબેરીની ખેતીમાં પણ પ્રાકૃતિક ખેત પધ્ધતીનો પ્રયોગ કર્યો હોવાનું પર્વતભાઇએ જણાવ્યું હતું.

નવસારીની ભલામણ

નવસારી કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગે સ્ટ્રોબેરી માટે ભલામણ કરી છે. ઓકટોબરમાં ગાદી ક્યારા જમીન તૈયાર કરીને, સ્ટ્રોબેરીના છોડને બે હાર વચ્ચે 75 સે.મી. અને હારમાં બે છોડ  વચ્ચે 30 સે.મી. નું અંતર રાખી રોપણી કરાય છે. ખૂબ જ ભેજની જરૂર રહે છે. છીછરા મૂળ હોય છે. 30 સે.મી. જેટલી જમીન ભેજવાળી રહે તે રીતે થોડા સમયે સતત પિયત કરવું પડે છે. ફળ બેસતા હોય ત્યારે 3 થી 4 દિવસે જમીન પ્રમાણે પાણી આપવું પડે છે. ટપક પધ્ધતિએ 4 છોડ વચ્ચે 4 લિટર પાણી કલાકે આપે એવી ગોઠવી એક કલાક પિયત કરાય છે.

સ્ટ્રોબેરી એ સામાન્ય રીતે ઠંડા પ્રદેશનો પાક છે. હવે ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધમાં ઉગાડવા માટેની જાતો ગુજરાતના હવામાનમાં મેન્ડલર, સીલ્વા, પીરોઝા, કમાન્ડર, બેન્ટોન વગેરે જાતો ઉગી રહી છે. ગુજરાતમાં સુજાતા અને લાબેટા જાતો અનુકૂળ ગણાય છે. ટુંકા ગાળાનો શિયાળો ધ્યાને રાખતા ઘણી વહેલી પાકતી જાતો પુસા અલી ડવાર્ફ  છે.

નીચું તાપમાન અને સુગંધના વિકાસ માટે 8થી 11 કલાક સૂર્ય પ્રકાશ કળીઓ બેસવા જરૂરી છે. ફૂલને હિમથી ખૂબ જ ઓછું નુકશાન થાય છે.

હેક્ટરે  રૂ. 10થી 12 લાખ સુધીનું વળતર મળવાની સંભાવનાઓ ઊભી થઈ છે.

બગીચા બનાવ્યા

50 આંબા અને ચીકુ, લીંબુ, ફળાઉ વૃક્ષોની સજીવ ખેતી કરે છે. બહરી જાતની ખારેકનાં રોપાઓ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી લાવી ખારેકની ખેતી પણ કરી છે. જેમાં પશુપાલન થકી બનાવાતા અળશીયા અને છાણીયા ખાતરનો જ ઉપયોગ કેર છે. મકાઇ અને ડાંગરની ખેતી કરે છે,

સાધનોથી સજ્જ ખેતર

બધી જ જમીનમાં ટપક સિંચાઈ કરે છે. ખેતીવાડીનાં  યંત્રો રોટરી ટ્રીલર, ઇલેકટ્રીક મોટર, મીની ટ્રેક્ટર,  હેન્ડ ટુલ્સ કીટ, નિંદામણ નાશકયંત્ર,  બ્રશ કટર, ઘાસ કાપવાનું રીપર મશીન જેવા સાધનો તેમની પાસે છે.

સજીવ ખેતી

સેન્દ્રીય ખાતર, ખાતરની પધ્ધતિ,  નાડેફ પધ્ધતિ, અળસિયાનું વર્મી કમ્પોસ્ટ વાપરે છે. રસાયણિક જંતુનાશક દવાના હદલે વનસ્પતિથી બનેલા જીવામૃત જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે. રાસાયણિક ખાતરના નાણા બચી જાય છે તેમજ છાણીયા ખાતરને લીધે જમીનમાં પણ સુધારો થયો છે.

શ્રેષ્ઠ ખેડૂત

શ્રેષ્ઠ ખેડૂત, કૃષિના ઋષિના પુરસ્કાર મળ્યો છે. પશુપાલન અને મરઘા પાલન કરે છે. પર્વતભાઇ ડામોર અને તેમના પત્ની શાંતાબેન ડામોરે કૃષિ અને પશુપાલન પ્રવૃત્તિથી આર્થિક સદ્ધરતા મેળવી છે. આદિવાસી દંપતીએ કૃષિ-પશુપાલન થકી રૂ.10 લાખની કમાણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp