કેવી રીતે થશે ખેડૂતોની આવક બમણી, પૂર્વ PM મનમોહન સિંહે સમજાવ્યું ગણિત

PC: twitter.com/INCIndia

પોતાના મૌન માટે વિરોધીઓની આલોચનાનો શિકાર બનનારા પૂર્વ PM અને અર્થશાસ્ત્રી મનમોહન સિંહે રવિવારના રોજ BJP સરકારની ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં મનમોહન સિંહે આત્મમુગ્ધતા અને જુમલાબાજી પર BJP સરકાર પર નિશાન સાધ્યું હતું. પૂર્વ PMએ ખેડૂતોની આવક બેગણી કરવાના વચન અંગે કહ્યું હતું કે, કૃષિમાં 14% વિકાસ દર હાંસલ કરવામાં આવે તો જ ખેડૂતોની આવક બેગણી સંભવ છે.

રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નવ નિયુક્ત CWCની બેઠક બોલાવી હતી. આ બેઠકની જાણકારી આપતા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, મનમોહન સિંહે વિકાસ માટે મજબૂત પોલિસી ફ્રેમવર્ક બનાવવાની જગ્યાએ જુમલાબાજી કરનાર BJP સરકાર પર નિશાન સાધ્યું છે.

ખેડૂતોની આવક બેગણી કરવાના BJP સરકારના વચન અંગે પૂર્વ PM મનમોહન સિંહે કહ્યું હતું કે, જો 2022 સુધી આપણે ખેડૂતોની આવક બેગણી કરવી હોય તો કૃષિમાં 14% વિકાસ દર હોવો જોઈએ, જેની હાલમાં કોઈ સંભાવના જોવા મળતી નથી. તમને જણાવી દઈએ કે આ વર્ષે નાણામંત્રી અરુણ જેટલીએ 2018 માટે રજૂ કરવામાં આવેલા આર્થિક સરવેમાં કૃષિ ક્ષેત્રમાં 2.1% વિકાસ દરનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp