ગુજરાતમાં મળશે 20 રૂમાં 200 કિમીની એવરેજ આપતું ઇંધણ, સરકારે જમીન રીઝર્વ કરી

PC: https://energy.economictimes.indiatimes.com

હવે એવા દિવસો દૂર નથી કે ગાડીમાં પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ હાઇડ્રોજન ફ્યુઅલ પુરવામાં આવશે. આ ફ્યુઅલ સસ્તું અને લાંબી માઇલેજ આપનારૂં સાબિત થવાનું છે. ઇલેક્ટ્રિકની સાથે ભવિષ્યના ફ્યુઅલ પર વિદેશમાં જેમ પ્રોજેક્ટ શરૂ થયા છે તેવા પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ થઇ રહ્યાં છે. 10મી વાયબ્રન્ટ સમિટમાં કેટલીક કંપનીઓ હાઇડ્રોજન પ્લાન્ટ અંગે એમઓયુ કરવા માગે છે.

રાજ્ય સરકારે અત્યારથી જ આ દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. કચ્છ, બનાસકાંઠા અને અન્ય જિલ્લાઓમાં કેટલીક સરકારી જમીન હાઇડ્રોજન પ્લાન્ટ નાંખવા ઇચ્છુક કંપનીઓ માટે અનામત રાખવાનો આદેશ કર્યો છે. કેન્દ્રના માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર હાઇડ્રોજન ફ્યુઅલ ટેકનોલોજી તરફ આગળ વધી રહી છે.

ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે  વિશ્વમાં હાઇડ્રોજન સંચાલિત ટ્રેનોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે તે જોતાં નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના અસરકારક વિકલ્પ તરીકે હાઇડ્રોજન ફ્યુઅલનો વિકાસ થવાની સંભાવના છે. વિવિધ દેશોમાં એક તરફ ઇલેક્ટ્રિક વ્હિકલ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે ભવિષ્યની ઉર્જા તરીકે હાઇડ્રોજન ટેકનોલોજી આધારિત ઉદ્યોગો સ્થાપવા આ દેશો આગળ વધી રહ્યાં છે.

થોડાં સમય પહેલાં ભારતીય રેલવેએ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ દ્વારા ટ્રેન ચલાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. દેશમાં પહેલા ડેમુ ટ્રેન બે રેકમાં પરિવર્તન કરીને તેને હાઇડ્રોજન ફ્યુઅલ સેલથી ચલાવવામાં આવશે, તેના પછી નેરોગેજ એન્જીનમાં આ ફ્યુઅલ વપરાશે. હાઇડ્રોજનને એક સ્વચ્છ અને વધુ ઉર્જા આપતું ઇંધણ માનવામાં આવે છે. એક કિલો હાઇડ્રોજનમાં નેચરલ ગેસ કરતાં 2.6 ગણી વધારે એનર્જી હોય છે અને તેનો સંગ્રહ કરી જરૂરિયાત પ્રમાણે વાપરી શકાય છે.

આ ઉપરાંત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને પણ ખાનગી કંપનીઓ સાથે મળીને બસ અને કારમાં હાઇડ્રોજન ફ્યુલની ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. એટલે થોડા સમયમાં આ ટેક્નોલોજી ભારત અને ગુજરાતમાં મળતી થઇ જશે, તેવી આશા રાખવામાં આવી રહી છે. 

ગયા વર્ષે દુનિયામાં 8500 જેટલા હાઇડ્રોજન ફ્યુઅલ સેલ વાહન વેચાયા હતા. આજે જ્યારે પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતોની વચ્ચે દુનિયાનું ધ્યાન આ ટેકનોલોજી તરફ ગયું છે. ટ્રાન્સપોર્ટેશન માટે આ એક ફ્યુચર ટેકનોલોજી છે. ગુજરાત સરકાર દ્વારા 10 થી 12 જાન્યુઆરી દરમ્યાન યોજાનારી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટમાં હાઇડ્રોજન ફ્યુઅલ ટેકનોલોજી સંલગ્ન અડધો ડઝનથી વધુ ઉદ્યોગજૂથો રાજ્ય સરકાર સાથે એમઓયુ સાઇન કરશે અને તેમને જમીન સહિતના અનેક ઇન્સેન્ટીવ આપવાનું પણ નક્કી કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp