સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન સ્પાર્કલમાં લેબગ્રોન ડાયમન્ડની ચર્ચા રહી

PC: Khabarchhe.com

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ગુજરાતનો સૌથી મોટું જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન ‘સુરત સ્પાર્કલ 2021’નો સોમવારે અંતિમ દિવસ હતો. આ ત્રણ દિવસીય એક્ઝિબિશનમાં આશરે 150 એક્ઝિબિટર્સ લૂઝ ડાયમંડ, ડાયમંડ જ્વેલરી, ડાયમંડ મશીનરી જેવી વિવિધ પ્રોડક્ટ્સને ડિસ્પ્લે કરી હતી. મોટાભાગના એક્ઝિબિટર્સ લેબ-ગ્રોન ડાયમંડ્સમાં ડીલ કરી હતી, તથા જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં પ્રથમવાર ભાગ લઇ રહ્યાં હતા.

સુરત સ્પાર્કલ 2021 એક B2B એક્સપો છે, જે ખરીદદારો અને વેચાણકારોને સંપર્કમાં આવવા, નેટવર્કની તકો વિસ્તારવા, વિચારોના આદાન-પ્રદાન, નવા ટ્રેન્ડ્સ અંગે સમજણ કેળવવા તથા વ્યવસાયની તકો પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. વધુમાં એક્ઝિબિશનમાં વિદેશી પ્રતિનિધિઓ પણ સામેલ થઇ રહ્યાં છે. દેશમાં પ્રથમવાર કોવિડ-19 બાદ સિન્થેટિક ડાયમંડ્સનું પ્રોત્સાહન થઇ રહ્યું છે. સુરતની પ્રતિષ્ઠિત ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ્સ હવે લેબ-ગ્રોન ડાયમંડ્સનું વેચાણ કરી રહી છે. સુરતમાં 2,000થી વધુ નાના અને મધ્યમકદના એકમો છે, જે લેબ-ગ્રોન ડાયમંડ્સનું ઉત્પાદન કરે છે અને છેલ્લાં બે વર્ષમાં તેમની નિકાસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉપલબ્ધ અહેવાલો મુજબ છેલ્લાં એક વર્ષમાં સિન્થેટિક ડાયમંડ્સની નિકાસમાં 40 ટકાનો વધારો થયો છે. મહામારી વચ્ચે અનલોક બાદ આ સ્થાનિક લેબ-ગ્રોન ડાયમંડ્સ યુનિટ્સ માગમાં વધારાને પહોંચી વળવા માટે પૂર્ણ ક્ષમતાથી કામ કરી રહ્યાં છે. તાજેતરમાં ભારતીય ગ્રાહકો પણ લેબ-ગ્રોન ડાયમંડ્સ તરફ વળી રહ્યાં છે.

સીવીડી ડાયમંડ ઉદ્યોગમાં ભંડેરી લેબ ગ્રોન ડાયમંડ્સ ઉભરતું નામ છે. ગુજરાતના સુરત સ્થિત ભંડેરી ભારતમાં લેબ-ગ્રોન ડાયમંડ્સમાં અગ્રેસર છે. તે વિશ્વમાં બેસ્ટ સીવીડી ડાયમંડ ક્રિએટર્સ પૈકીના એક છે. ભંડેરી લેબ ગ્રોન ડાયમંડ્સની સ્થાપના વર્ષ 2013માં થઇ હતી અને તે સીવીડી ડાયમંડ્સને દરેક પરિવાર, દેશ અને વિશ્વભરમાં લઇ જવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. વધુમાં તે ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને પરફેક્ટ લેબ-ગ્રોન ડાયમંડ્સ બાબતે વિશ્વમાં અગ્રેસર રહેવાની પણ યોજના ધરાવે છે. કંપની અદ્યતન ટેક્નોલોજી, સંશોધન અને પરફેક્ટ ડાયમંડ્સની રચના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને ઝડપથી આગળ વધી રહી છે. ભંડેરી લેબ ગ્રોન ડાયમંડ્સના પ્રમોટર્સ ઘનશ્યામ ભંડેરી, પ્રકાશ ભંડેરી, પ્રવિણ લાખાણી અને ડો. સ્નેહલ પટેલ એ લેબ-ગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં અને આત્મનિર્ભર ભારતની દિશામાં આગળ વધવાની કટીબદ્ધતા દર્શાવી છે. ભારતમાં લેબ-ગ્રોન ડાયમંડ બિઝનેસ આંતરરાષ્ટ્રીય બજારોની માગમાં વધારાને કારણે વૃદ્ધિ સાધી રહ્યો છે અને પરિણામે નિકાસ પણ વધી રહી છે. તેના પરિણામે સુરત ડાયમંડ માર્કેટ માટે વ્યવસાયની વિશાળ તકોનું સર્જન થયું છે, જેનાથી લેબ-ગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગને વેગ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp