ધરખમ ઘટાડા બાદ સોનાનો ભાવ વધવાનો શરૂ થઈ ગયો છે, જાણો આજનો ભાવ

PC: livemint.com

ભારતીય માર્કેટમાં ફરી એકવખત ઘરખમ ઘટાડા બાદ સોના ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે. દિલ્હીની માર્કેટમાં મંગળવારે તા.23 ફેબ્રુઆરીના રોજ સોનાના ભાવમાં રૂ.337 વધ્યા છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધારો થતા બંને ધાતું એક સાથે મોંઘી બની હતી. ગત વ્યાપારી સ્તર દરમિયાન દિલ્હીની માર્કેટમાં સોનું રૂ.46035 પ્રતિ 10 ગ્રામના, પર બંધ થયું હતું. જ્યારે ચાંદી રૂ.68518 પ્રતિ કિગ્રા પર બંધ થયું હતું. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે.

મંગળવારે રાજધાની દિલ્હીની માર્કેટમાં સોનામાં રૂ.337નો વધારો થયો. 99.9 ગ્રામ શુદ્ધ સોનાનો નવો ભાવ 464372 રૂ. નોંધાયો છે. આ પહેલાના વ્યાપારી સત્ર દરમિયાન સોનાનો ભાવ 46035 રૂ. રહ્યો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ ઉછળીને 1808 ડૉલર સુધી પહોંચી ગયો હતો. મંગળવારે ચાંદીમાં પણ મોટી તેજી જોવા મળી છે. દિલ્હીની માર્કેટમાં ચાદીમાં રૂ.1149નો ઉછાળો જોવા મળ્યો. ત્યાર બાદ નવો ભાવ 69667 રૂ. નોંધાયો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદીનો ભાવ ઉછળીને 28.08 ડૉલર સુધી પહોંચી ગયો હતો. HDFC સિક્યુરિટીના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આજે સોનાનો ભાવ વધ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે અચાનક સોના ચાંદીમાં તેજી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ સોનાનો ભાવ ઘટી રહ્યો હતો. જેના કારણે સોનું થોડું સસ્તુ થયું હતું.

મંગળવારે વૈશ્વિક માર્કેટમાં સોના ચાંદીમાં આવેલી તેજીથી ભારતીય માર્કેટમાં પણ સોનાના ભાવ એકાએક વધી ગયા હતા. જોકે, થોડા સમય પહેલા દેશના માર્કેટમાં સોના ચાંદીમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો. જોકે, માર્કેટમાં ફિઝિકલ ગોલ્ડની માગ પણ વધી રહી છે. અમેરિકામાં સોનાનો વ્યાપાર 2.15 ડૉલરની તેજી સાથે 1813.54 ડૉલપ પર રહ્યો હતો. જ્યારે ચાંદીનો કારોબાર 0.15 ડૉલરના ઘટાડા સાથે 28.08 ડૉલરના લેવલ પર રહ્યો હતો. આ વર્ષે સોનું છેલ્લા કેટલાક મહિનાઓમાં રૂ.10,000થી સસ્તુ થયું છે. નિષ્ણાંતોએ એવું  જણાવ્યું હતું કે, કોરોનાની રસીકરણનું અભિયાન શરૂ થતા સોનાની કિંમતમાં ઘટાડો થયો હતો. એ કેટલાક સમય સુધી યથાવત રહ્યો હતો. જેમ જેમ આર્થિક પ્રવૃતિઓને વેગ મળશે અને તે આગળ વધશે એમ ફરી ભાવ વધે એવા પૂરા એંધાણ છે. એવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp