આ મહિને સોનાની કિંમતમાં થયેલો ઘટાડો 4 વર્ષમાં સૌથી વધુ, જાણો કેટલો થયો ઘટાડો

PC: dhruvanews

ભારતીય માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. વૈશ્વિક બજારમાં જોવા મળેલો આ ઘટાડો યથાવત રહેતા છેલ્લા ચાર વર્ષમાં સૌથી ખરાબ અસર તરીકે નોંધ લેવાઈ છે. સોનામાં 1.2%ના ઘટાડા સાથે નવો ભાવ 1,766.26 ડૉલર નોંધાયો છે. નવેમ્બર 2016 બાદ આ સૌથી મોટો માસિક ઘટાડો હતો.

ચાંદી 3.2%થી ગગડીને 21.96 ડૉલર પર આવી ગઈ હતી. જ્યારે પ્લેટીનમ 0.9%થી ઘટીને 954.646 ડૉલર અને પેલેડિયમ 0.4%ના ઘટાડા સાથે 2416.22 ડૉલર પર બંધ થયું હતું. ભારતમાં કોમોડિટી એક્સચેન્જ MCXમાં જાહેર રજાને કારણે સવારની વેચાવલી બંધ રહી હતી. વ્યાપાર સવારે 9થી 5 વાગ્યા સુધી બંધ રહ્યો છે. ત્યાર પછીનું ટ્રેડિંગ સાંજે 5 વાગ્યે શરૂ થશે. ગત અઠવાડિયે પણ સોના અને ચાંદીના ભાવમાં સતત એક ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે MCX પર સોનું 0.85 ટકાથી ઘટીને 48106 રૂ. પર બંધ થયો હતો. જ્યારે ચાંદી 1.3 ટકાથી ઘટીને 10059100 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું. ઓગસ્ટ મહિનામાં સોનાની કિંમત 56,200 રૂ. રેકોર્ડ થઈ હતી. 56,200ની રેકોર્ડ ઊંચાઈથી 8000થી નીચે છે.

આ મહિને સોનાના ભાવમાં 5%નો સીધો ઘટાડો નોંધાયો છે. માર્કેટમાં કોરોના વાયરસની મારક રસીને લઈને એક આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે. અમેરિકાના જો બિડેન તંત્રએ સંક્રમણ અને ETF આઉટફ્લો યથાવત રાખવા માટે રાજકીય અરાજકતા ઓછી કરી રહ્યું છે. જુલાઈ મહિનાથી SPDR ETF સાથે સોનાનો ભાવ નીચલા સ્તરે રહ્યો છે. કોટક સિક્યુરિટીએ ગત અઠવાડિયે એક નોટમાં જણાવ્યું હતું કે, નવા સ્તર માટે અને ઊંચા પોઈન્ટસ માટે હજું થોડી રાહ જોવી પડશે.

કોરોના વાયરસની મારક રસીના આશાવાદે ડૉલરને બે વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચાડી દીધો છે. સ્થિતિમાં સુધારો થાય એવી સૌ કોઈ આશા રાખી રહ્યા છે. વૉલ સ્ટ્રીટ સિટી બેન્કે એવી આશા વ્યક્ત કરી છે કે, ડિસેમ્બર મહિનામાં બુલિયન સેલ ઘટી જશે. આ ઘટાડો 1700 ડૉલરની આસપાસમાં ઘટશે. બેન્કે મંદીની વાત કહી ડૉલરના દ્રષ્ટિકોણ અને ટેલવોન્ડસના રૂપે ઓછા વ્યાજદરનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આગામી ત્રણથી છ મહિનામાં 2000 ડૉલરનો વેગ મળે એવી સંભાવના છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આકાશમાંથી જમીન તરફ ગગડી રહ્યા છે સોના તેમજ ચાંદીના ભાવ. ત્યારે લગ્ન સીઝનમાં જે પરિવારમાં પ્રસંગ છે એને નવી કિંમતથી થોડો-ઘણો ફાયદો થઈ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp