મહાબળેશ્વર કરતાં પણ સ્વાદિષ્ઠ સ્ટ્રોબેરી તૈયાર કરતાં ગોંડલના ખેડૂત

PC: Khabarchhe.com

ગુજરાતમાં ખટમીઠી સ્ટ્રોબેરીની ખેતી વધી રહી છે. શિયાળો ઉતરતા હવે ખેડૂતો પોલીહાઉસમાં સ્ટ્રોબેરીના રોપા તૈયાર કરવાનું કામ શરૂ કરશે. પોતાના ખેતરમાં જૂના રનર્સને પસંદ કરીને રોપા તૈયાર થઈ રહ્યાં છે.  જોકે, મોટાભાગના ખેડૂતો હીમાચલ કે મહારાષ્ટ્રથી રોપા લાવે છે.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જૂનાગઢ જેવા શહેરોની આસપાસ વાવેતર કરવાથી સારો નફો મળી શકે છે.

ગોંડલથી અમદાવાદમાં મીઠી મધ જેવી સ્ટ્રોબેરી મોલનારા ખેડૂતે મહારાષ્ટ્રને પાછળ પાડી દીધું છે. તેમની ટ્રોબેરી મહારાષ્ટ્ર કરતાં પણ સારી મીઠાશ અને સ્વાદ ધરાવે છે. શ્રેષ્ઠ ગુણવત્તા ઉપરાંત ઉત્પાદન પણ મહારાષ્ટ્રના મહાબળેશ્વર કરતાં વધું મળેલું છે. ભાવ મહારાષ્ટ્ર કરતાં વધું છે. આમ તમામ રીતે ગોંડલની સ્ટ્રોબેરી મહારાષ્ટ્ર કરતાં ચઢીયાતી નિકળી છે.

રાજકોટના ગોંડલના ગોમટાના ખેડૂત રાજેશ ધુલિયા કહે છે કે, તેમણે 4 એકર એટલે કે 10 વીઘા ખેતરમાં સ્ટ્રોબેરીનું વાવેતર કરેલું છે. મહાબળેશ્વરથી ટ્રકમાં 1.16 લાખ રોપા લાવેલા હતા. 15-20 ટકા ખરાબ થાય છે. 80 હજાર રોપ બચેલા છે. ચાલુ વર્ષે બે મહિના ઉત્પાદન લીધું છે. હજુ એક મહિનો  ઉત્પાદન ચાલુ રહેશે. એક છોડ દીઠ સરેરાશ 500-600 ગ્રામ ઉત્પાદન લીધું છે. એક કીલો સુધી મળી જશે એવું લાગે છે.

તેઓ કહે છે કે, રાજકોટ, અમદાવાદ, મોરબીમાં મજેદાર સ્ટ્રોબેરી વેચું છું. એક કિલોના રૂ.350 સીધું વેચાણ કરું છું. મારી પોતાની ફ્રેસ બેરી સ્ટ્રોબેરી બ્રાંડના 500 ગ્રમાના પેકીંગથી  વેચું છું.

અમદાવાદમાં અઠવાડિયા 100 કિલો માલ કારમાં લાવી સીધા ગ્રાહકોને આપે છે. પોતાની કારમાં એસીમાં નાજુક ટ્રોબેરીને લાવવી પડે છે.

ગુજરાતમાં ક્યાંય ન મળતી હોય એવા સ્વાદની છે. મહાબળેશ્વર કરતાં સ્વાદમાં મીઠાશ અને સોડમ આવે છે. એક વખત ખાય એટલે લોકો બીજી વખત માંગે છે. ક્યાંય ખાધી ન હોય તેવી ટેસ્ટની છે. વાઘબકરી ચાના રસેશભાઈએ સારું પ્રોત્સાહન આપેલું છે, અમદાવાદમાં તેઓએ મદદ કરવા તૈયારી બતાવી છે. તેમના ખેતરમાં સરેરાશ 50 ગ્રામની એક ફળનું વજન થાય છે. ઉનાળામાં એક ફળ 30 ગ્રામ મળે છે.

સૌથી વધું વજનની ટ્રોબેરીનું એક ફળ 82 ગ્રામ સુધી મળેલું છે.ખેતી કરવા માટે તેમણે પુનાના કન્સલ્ટંટ તરીકે ભરતભાઈને રોકેલા હતા.  તેમના માર્ગદર્શન હેઠળ ખેતી કરી રહ્યાં છે. ગુજરાતના ખેડૂતો માટે અઘરો પાક છે. તેથી સલાહકાર રોકીને તેમણે ખેતી કરી છે. રોજની 400થી 500 કિલો ફળ ઉતરે છે. શિયાળામાં સારી થાય છે. ઉત્પાદનની શરૂઆત 50 કિલોથી શરૂ થઈ ને 500 કિલો સુધી પહોંચી શક્યું છે. હવે ઉનાળાની ગરમી શરૂ થઈ છે તેથી ઉનાળામાં 300 કિલો ઘટીની થઈ છે.આવતા વર્ષે તેઓ શરબત બનાવવાનું પ્લાનીંગ કરી રહ્યાં છે. માલને તેઓ ફ્રીઝીંગમાં પાખવાની શરૂઆત કરી છે.

આરો પ્લાંટથી પાણી

રાજકોટના ગોંડલના ગોમટાના ખેડૂત રાજેશ ધુલિયા 6355090890 કહે છે કે, તેમણે ટ્રોબેરી માટે આરઓ પ્લાંટ મૂકીને સિંચાઈનું પાણી આપું છું. મારી બાયો પ્રોડક્ટ છે, તેથી ખર્ચ વધું આવે છે. આવતા વર્ષે ફરીથી સ્ટ્રોબેરીની ખેતી કરવાના છે.

તાપમાન

સ્ટ્રોબેરી માટે 680થી 700 ફેનર હીટ તાપમાન દિવસે હોવું જરૂરી છે. છાંયડે છોડ ન રાખવા કારણ કે તેને 8થી 10 કલાક તાપની જરૂર પડે છે. ટપક સિંચાઈ કરવી જોઈએ.

જાતો

ગુજરાતમાં ટૂંકો શિયાળો હોવાથી વહેલી પાકતી જાત પસંદ કરવામાં આવે છે. પુસા અલી, ડવાર્ફ જાતો સારી છે. મુરબ્બો, ડબ્બાપેક, ફ્રિઝિંગની જાતો પણ આવે છે. મેન્ડલર, સીલ્વા, બેન્ટોન, પીરોઝા, સુજાતા, લાબેટા, કમાન્ડર જાતો ઉગાડી શકાય છે. વધુ મીઠાશ માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી ખેતી થાય છે. સ્ટીવ ચાર્લી સ્ટ્રોબેરીના ફળ મોટા હોય છે. જે 3 દિવસ સુધી તાજી રહે છે.સેલવા ટ્રોબેરી ખુબ મીઠી હોય છે, ખટાશ ઓછી હોય છે.

વાવેતર

રનર્સને જમીનમાં દબાવી દેવાથી મૂળ ફૂટે છે. સ્ટ્રોબેરીના છોડની ગાંઠોમાંથી મૂળ ફૂટે છે. માતૃ છોડથી છૂટા પાડી ફેરરોપણી થાય છે. ટીશ્યુ કલ્ચરના રોપાથી વાવેતર થાય છે. ભેજ જાળવવા, નિંદણ અટકાવવા, ફળો બેસે ત્યારે તે ખરાબ ન થાય તે માટે સીલ્વર પ્લાસ્ટિક મલ્ય ઢાંકી દેવું. છોડને વધારે ભેજ જરૂરી છે.3-4 દિવસે પાણી આપવું પડે છે. બજારમાં એક છોડ રૂપિયા 15માં આવે છે.

ઉત્પાદન

સ્ટ્રોબેરીના લાલ ફળ મુલાયમ હોય છે. તે ઝડપથી ખરાબ થાય છે. સવારે કે સાંજે ફળ ઉતારવામાં આવે છે. એક છોટ પરથી 500થી 1500 ગ્રામ ફળ મળે છે. કિલોના રૂપિયા 200 સુધી મળે છે. હેક્ટરે 8થી 9 હજાર કિલોનું ઉત્પાદન મળે છે. 60-70 દિવસે ફળ તૈયાર થઈ જાય છે. 6 મહિનામાં 4 વખત ફ્લાવરીંગ આવે છે. છેલ્લા તબક્કાનું ફ્લાવરીંગ મળે છે.

રોગ

મોલો, કથીરી, ઇયળ, ચૂસિયા, કરોળિયાનો રોગ આવે છે.

ડાંગમાં સૌથી વધું વાવેતર

ડાંગમાં સ્ટ્રોબેરીનું વાવેતર સારા એવા પ્રમાણમાં થાય છે. 20 વર્ષ પહેલા નાની દબાસ ગામના ખેડૂત મોતીરામે ખેતી શરૂ કરી હતી.

હેમરાજ મોહનભાઈ ઘોટોડિયા

રાજકોટના પડધરીના અડબાલકા ગામના ખેડૂત હેમરાજ મોહનભાઈ ઘોટોડિયા કહે છે કે, 25 વર્ષ પહેલા ટ્રોબેરીની ખેતી કરેલી હતી. જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયથી ટ્રોબેરી જોવા આવતાં હતા. એક વર્ષ ખેતી કરી પછી બંધ કરી. ઉત્પાદન સારું આવે છે. પણ પાકની કાળજી સારી રાખવી પડે છે.

હવે તેમણે ખેતી બંધ કરી છે. કારણ કે બીજા ધંધામાં વળેલા હોવાથી તેની કાળજી રાખવી મુશ્કેલ છે. હવે ગ્રીન હાઉસ. ટપક, મલ્ચીંગ જેવી ટેકનોલોજી આવી હોવાથી ખેતી આસાન થઈ ગઈ છે. 35-38 ડીગ્રીતાપમાન થાય એટલે બળી જાય છે. સૌરાષ્ટ્રમાં આ તાપમાને છોડની જાળવી રાખવો મુશ્કેલ છે.

વેલામાંથી 10-12 છોડ તૈયાર થાય છે. બિયારણ ખેતરમાંથી જ મળી રહે છે. સૌરાષ્ટ્રમાં સારી એવી મીઠી થાય છે. આઈસક્રીમ કંપનીઓને સીધો માલ આપતાં હતા. 100 દિવસમાં ઉત્પાદન આવી જાય છે.

પ્રવીણભાઈ મોલિયા

રાજકોટના પડધરીના તરઘડી ગામના ખેડૂત પ્રવીણભાઈ મોલિયા કહે છે કે, મહાબળેશ્વરથી મધર પ્લાંટ લાવ્યા હતા. એક છોડ રૂ.12માં પહોંચ્યો હતો. 3 લાખ બીજું ખર્ચ એક રોપો રૂપિયા 15માં પડ્યો હતો. 2 વીઘામાં વાવેતર કર્યું હતું. માલ ઊંચા ભાવે આપેલો રૂ.400 એક કિલોના ભાવે છૂટ વેચેલો. જો ધ્યાન ન રાખવામાં આવે તો છોડ ખરાબ થઈ જાય છે. જે ખેડૂતો કાળજી રાખી શકે તેમ હોય તેમણે જ ટ્રોબેરીનું વાવેતર કરવું જોઈએ.

કચ્છ

કચ્છના ભુજ તાલુકાના કુકમા નજીકના નાની રેલડી ગામના ખેડૂત હરેશ ઠક્કરે ટ્રોબેરી વાવી છે. તેઓ અમદાવાદમાં માલ મોકલતા હતા. એક એકરમાં 5 ટન ઉત્પાદન લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp