અદાણી વિલ્મર, અદાણી પાવર અને રૂચિ સોયા સહિત 10 સ્ટોકનું સારું રિટર્ન

PC: financialexpress.com

ગત સપ્તાહમાં શેર બજારમાં લાર્જ કેપ અને મિડ કેપ એવી 10 કંપનીઓના શેરોએ સારા રિટર્ન રોકાણકારોને આપ્યા હતા. જેમાં શેરોએ 20થી લઇને 37 ટકા સુધીના રિટર્ન આપ્યા હતા. આ લિસ્ટમાં સૌથી ઉપર MRPL કંપનીનું નામ છે, આ કંપનીએ ગત સપ્તાહમાં 36.90 ટકાનું શાનદાર રિટર્ન રોકાણકારોને આપ્યું છે. એક સપ્તાહમાં આ સ્ટોક 67.75 રૂપિયાથી વધીને 92.75 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

એલ્ગી ઇક્વિપમેન્ટ્સ નામની કંપનીના શેરો 31.17 ટકા જેટલા વધ્યા. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર આ શેરના ભાવ 248.70 રૂપિયાથી વધીને 344.90 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ગત સપ્તાહમાં જે કે લક્ષ્મી સીમેન્ટે પણ 27.93 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. આ સ્ટોક 366.25 રૂપિયાથી 505.80 રૂપિયા સુધી ગયો અને શુક્રવારે 493.75 રૂપિયા પર બંધ આવ્યો.

બાબા રામદેવની કંપનીએ પણ રોકાણકારોને ખુશ કરી દીધા હતા. બાબા રામદેવની કંપની રૂચિ સોયા પણ રોકાણકારોને રિટર્ન આપવામાં પાછળ નથી રહી. રૂચિ સોયા કંપનીના શેરનો ભાવ 961.10 રૂપિયાના લો પ્રાઇસથી 1227.05 રૂપિયા સુધી પહોંચ્યો હતો અને 24.40 ટકા વધીને 1217.70 રૂપિયા પર બંધ આવ્યો હતો.

રાષ્ટ્રીય કેમિકલ્સ કંપનીના શેરોમાં પણ રોકાણકારો કમાયા હતા. રાષ્ટ્રીય કેમિકલ્સના શેરોમાં ગત સપ્તાહમાં 23.58 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને 101.40 રૂપિયા પર બંધ આવ્યો હતો.

અદાણી વિલ્મર ગત સપ્તાહમાં 540.20 થી 701.55 રૂપિયા સુધી પહોચ્યો હતો. આ દરમિયાન અદાણી વિલ્મરના શેરોમાં 23.38 ટકાનો ઉછાળો નોંધાયો હતો. અદાણી ગ્રૂપની  જ અન્ય કંપની અદાણી પાવરના શેરોનાો ભાવ પણ 245.60 રૂપિયાના લો પ્રાઇસથી 312.25 રૂપિયા સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન તેમાં 23.38 ટકાનો ઉછાળો જોવા મળ્યો.

20 ટકાથી વધારે રિટર્ન આપવાની હરોળમાં ઇઝી ટ્રીપ પ્લાનર લિ. કંપની પણ શામેલ રહી છે. તેણે એક સપ્તાહમાં 21.16 ટકાનું રિટર્ન આપ્યું છે. આઇઆરબી ઇન્ફ્રા ડેવલપર્સના શેરોમાં પણ 21 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

ગત સપ્તાહ BSEનો 30શેરો વાળો સુચકાંક Sensex 1532.77 પોઇન્ટ્સ વધ્યો હતો અને 54000ના સાઇકોલોજીકલ સ્તરને પાર કરીને 54326.39 પર બંધ આવ્યો હતો. જ્યારે, NSEનો Nifty ઇન્ડેક્સ પણ 484 પોઇન્ટ્સના વધારા સાતે 16000ના સાઇકોલોજીકલ સ્તરની ઉપર 16266.15 પર બંધ આવ્યો હતો.

વૈશ્વિક બજારોની અનિશ્ચિતતા અને રિઝર્વ બેંકો દ્વારા વ્યાજ દરોમાં વધારાના કારણે ભારતીય શેર બજારોમાં પણ અનિશ્ચિતતા સંભવ છે અને બજારમાં આવનારા સપ્તાહોમાં પણ મોટી ઉતર-ચડની ચર્ચાઓ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp