ગુગલે લોન્ચ કરી શોપિંગ વેબસાઇટ, ફ્લિપકાર્ટ-અમેઝોનના માથે વધ્યું ટેન્શન

PC: ecommerce-nation.com

વિશ્વની જાણીતી સરચ એન્જિન કંપની ગૂગલે ભારતમાં તેની ઓનલાઇન શોપિંગ વેબસાઇટ ગૂગલ શોપિંગ લોન્ચ કરી છે. ગૂગલના ઇ-કોમર્સ સેક્ટરમાં ઉતરતા જ ભારતમાં પહેલેથી જ લોકપ્રિય થઈ ચૂકેલ ઓનલાઇન વેબસાઇટ્સ ફ્લિપકાર્ટ, એમેઝોન અને પેટીએમને પડકારવામાં આવી શકે છે. ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ (પ્રોડક્ટ મેનેજમેન્ટ) સુરોજિત ચેટર્જીના નિવેદન અનુસાર, 'ગૂગલ દ્વારા અમે દુનિયામાં માહિતીને દરેક સુધી પહોંચાડી શક્યા છીએ. તેથી અમે આ નવા શોપિંગ સર્ચ એક્સપીરિયનસને ભારતીય ગ્રાહકો માટે શરૂ કરી રહ્યા છીએ. આ દ્વારા ગ્રાહકો સરળતાથી કોઈપણ પ્રોડક્ટ પર મળી રહેલ ઓફર્સને અલગ કરી શકશે અને પોતાના માટે યોગ્ય પ્રોડક્ટની પસંદગી કરી શકશે.'

ગૂગલ શોપિંગની મદદથી, ગ્રાહકો મલ્ટીપલ ઈ-કોમર્સ સાઇટ્સ પર મળી રહેલ બેસ્ટ ઓફર્સને એકસાથે જોઈ શકે છે. જેમાં રિટેલર્સનો પણ સમાવેશ થશે. ગૂગલ શોપિંગ વપરાશકર્તાઓને સરળ અને યુઝર ફ્રેન્ડલી શોપિંગ એક્સપીરિયન્સ પ્રદાન કરે છે. ઉપરાંત ગૂગલે આ પ્લેટફોર્મ પર ડેડિકેટેડ સેક્શન ઉમેર્યા છે. જેમાં પ્રાઈસ ડ્રોપ્સ, ટોપ ડીલ્સ અને ગૂગલ પર હાજર ટોપ ડીલ્સને એકસાથએ જોઈ શકાશે. આ સિવાય મોબાઈલ ફોન, સ્પીકર્સ, વુમન ક્લોથિંગ, પુસ્તકો, ઘડિયાળો, હોમ ડેકોર, પર્સનલ કેર, અપ્લાયન્સીસ વેગેર માટે પણ અલગથી કેટેગરી બનાવવામાં આવી છે.

આ પ્લેટફોર્મ પર તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાવર્ડ શોપિંગનો અનુભવ મળશે. ગૂગલ લેન્સની મદદથી તમે કોઈપણ પ્રોડક્ટને સ્કેન કરી તમે અહીંયા તેને સર્ચ કરી શકો છો. આ માટે તમારે સ્માર્ટફોન કેમેરોનો ઉપયોગ કરવો પડશે. કોઇપણ રિટેલર અહીં પોતાને રજિસ્ટર કરી શકે છે. આ માટે તમારે ગૂગલના મર્ચન્ટ સેન્ટરનો ઉપયોગ કરવો પડશે. મર્ચન્ટ સેન્ટર અંગ્રેજી સિવાય હિંદી ભાષાને પણ સપોર્ટ કરે છે. ગૂગલ શોપિંગ વેબસાઇટ પર મળી રહેલાં આ તમામ ફીચર્સને જોઇને લાગી રહ્યું છે કે તે અમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી સૌથી મોટી ઓનલાઇન શોપિંગ વેબસાઇટને કડી ટક્કર આપશે. જેના પરિણામે આ બંને કંપનીઓએ પણ ગ્રાહકોને આકર્ષવા કોઈ નવી યોજના બનાવવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp