ભારતમાં 10 અબજ ડૉલર એટલે કે 75000 કરોડનું રોકાણ કરશે Google, કહી આ વાત...

PC: google

દુનિયાભરને પોતાના ચપેટમાં લઈ ચુકેલી કોરોના વાયરસ મહામારી વચ્ચે Googleએ એક ખૂબ જ મહત્ત્વના પગલાં તરીકે ભારતમાં 10 અબજ અમેરિકી ડૉલર (આશરે 75179 કરોડ રૂપિયા)ના નિવેશની જાહેરાત કરી છે. Googleના જણાવ્યા અનુસાર, આ મહત્ત્વનું પગલું ભારતમાં નિવેશ કરવાના રૂપમાં દેશના ખુલ્લાં વિચારો અને આકર્ષણને સ્પષ્ટરીતે દર્શાવે છે. Googleનું કહેવું છે કે, આ નિવેશથી ડિજિટલ ઈન્ડિયાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈરાદાઓને અમલી બનાવવામાં મદદ મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને Googleના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સુંદર પિચાઈની વચ્ચે સોમવારે જ વીડિયો કોલ દ્વારા વાતચીત થઈ, જે દરમિયાન તેમણે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. સુંદર પિચાઈની સાથે પોતાની આ વાતચીતની જાણકારી PM મોદીએ પોતે ટ્વીટ કરીને આપી હતી. તેમણે લખ્યું- આજે સવારે @sundarpichaiની સાથે એક ફળદાયી વાતચીત થઈ. અમે ભારતના ખેડૂતો, યુવાઓ અને ઉદ્યમીઓના જીવનને બદલવા માટે પ્રૌદ્યોગિકીની શક્તિના ઉપયોગ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.

એક અન્ય ટ્વીટમાં PM મોદીએ લખ્યું, વાતચીત દરમિયાન સુંદર પિચાઈ અને મેં એ નવી કાર્યસંસ્કૃતિ વિશે વાત કરી જે કોવિડ-19ના સમયમાં ઉભરી રહી છે. અમે એ પડકારો પર ચર્ચા કરી જે કોરોના વાયરસની વૈશ્વિક મહામારીએ ગેમ્સ જેવા ક્ષેત્રોમાં લાવી દીધી છે. અમે ડેટા સુરક્ષા અને સાયબર સુરક્ષાના મહત્ત્વ વિશે પણ વાત કરી. PM મોદી લખ્યું કે, શિક્ષા, ડિજિટલ ચુકવણી જેવા ક્ષેત્રોમાં Googleના પ્રયાસો વિશે જાણીને મને ખૂબ જ આનંદ થયો છે.

Googleએ ભારતમાં 10 બિલિયન ડૉલરનું રોકાણ Google ફોર ઈન્ડિયા ડિજિટાઈઝેશન ફંડ દ્વારા કરવાની કરવાની જાહેરાત કરી છે. આ રોકાણ આવનારા 5થી 7 વર્ષો દરમિયાન તબક્કાવારરીતે કરવામાં આવશે.

Google નીચે જણાવવામાં આવેલા 4 ક્ષેત્રોમાં રોકાણ કરશેઃ

  • પહેલું, દરેક ભારતીય માટે અફોર્ડેબલ એક્સેસ અને ઈન્ફોર્મેશન તેમની પોતાની જ ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. પછી ભલે તે હિન્દી હોય, તામિલ હોય, પંજાબી હોય કે અન્ય કોઈપણ ભાષા હોય. તે તમામ ભાષાઓમાં માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • બીજું, ભારતની જરૂરિયાતોને અનુરૂપ નવી પ્રોડક્ટ્સ અને સર્વિસ ઉપલબ્ધ કરાવવી.
  • ત્રીજું, વિવિધ બિઝનેસને તેમના ડિજિટલ પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરવામાં કે ડિજિટલ પ્લેટફોર્મ પર તેને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.
  • ચોથું, હેલ્થ, એજ્યુકેશન અને એગ્રીકલ્ચરના ક્ષેત્રોને ટેક્નોલોજી સાથે જોડવાના ક્ષેત્રમાં કામ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp