બાંધકામ ઉદ્યોગમાં 20 લાખ મજૂર માટે સરકાર બેદરકાર

PC: khabarchhe.com

બાંધકામ મજદૂર સંગઠનની વાર્ષિક સામાન્ય સભામાં ગુજરાતના અર્થશાસ્ત્રી હેમંત શાહે વિગતો આપતાં જણાવ્યું હતું કે બાંધકામ ક્ષેત્રે 20 લાખ મજૂરો છે છતાં તેમના માટે સરકાર ચિંતિત નથી. તેમણે રજૂ કરેલી વિગતોમાં 1996માં બાંધકામ મજૂરોના કલ્યાણ માટે સંસદે કરેલા બે કાયદાનો અમલ 8 વર્ષ મોડો 2004મા ગુજરાતમાં થયો હતો. અને તે પણ અધકચરો અમલ થયો છે. ગુજરાત સરકાર દ્વારા બાંધકામ કંપનીઓ પાસેથી સેસ ઉઘરાવીને આશરે રૂ. 2000 કરોડ ભેગા કરાયા છે અને એમાંની મોટા ભાગની રકમ સરકાર પોતે વાપરે છે. એ રકમનું વ્યાજ પણ કાયદા મુજબ મજૂરોના કલ્યાણ માટે વપરાતું નથી. જે નાણાં બાંધકામ સાથે જોડાયેલા મજૂરો માટે વપરાવા જોઈએ પણ તેમ થતું નથી. બાંધકામ મજૂરો મોટાભાગના આદિવાસી પ્રજામાંથી આવે છે.

બાંધકામ મજૂર કલ્યાણ બોર્ડમાં 14 વર્ષ પછી પણ માત્ર 6 લાખ મજૂરોની નોંધણી થઈ છે, જ્યારે રાજ્યમાં આશરે 20 લાખ બાંધકામ મજૂરો હોવાનો અંદાજ છે. આમ સરકાર દ્વારા મજૂરોની નોંધણી કરવામાં બેદરકાર છે. બાંધકામ મજૂરો માટે રૂ. 50 કરોડના ખર્ચે રૂ. 10માં ભોજન નાકા પર આપવાની યોજના ગુજરાતમાં અમલમાં મૂકાઈ છે. આ એક તૂત છે. બધા મજૂરો નાકા પર હોતા નથી અને આવતા નથી. એને બદલે એમને ભોજન માટેના પૈસા એમના ખાતામાં જમા થાય એમ કરવું જોઈએ. એને ડિજિટલ ઇન્ડિયા કહેવાય.

બાંધકામ મજૂરો સાથે સીધી રીતે જોડાયેલી આદિવાસી ખેડૂતોની એક સંમેલન યોજાયું હતું. 8/8/2013 વિશ્વ આદિવાસી દિનના આગલા દિવસે હિંમતનગર ખાતે એકલવ્ય સંગઠન દ્વારા એક ભવ્ય આદિવાસી રેલી અને સંમેલન યોજાયું હતું. જેમાં સાબરકાંઠા જિલ્લાના 4000 જેટલા આદિવાસી ખેડૂતોએ ભાગ લીધો. જંગલ જમીન અધિનિયમ 2006ના અનુસંધાનમાં રહી ગયેલી ખામીઓ તથા જંગલમાં વસતા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને નામંજૂર થયેલા દાવા ઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર થયેલા જંગલ જમીન અધિનિયમ 2006 પ્રમાણે 13-12-2005 સુધીની જંગલ જમીન ખેડતા ખેડૂતોને એ જમીન 10 એકરની મર્યાદામાં કાયમી હક આપવામાં આવશે જંગલ જમીન માલિકી હક માટે ખેડૂતોએ પોતાના ગામમાં રચાયેલ વન અધિકાર સમિતિને અરજી આપવાની હોય છે. ત્યારબાદ દાવાઓની ખરાઈ કરીને તેનો ઠરાવ પ્રાંતિય સમિતિને મોકલવામાં આવે છે. વર્ષોથી ખેડૂતો પોતાની દાવા અરજીઓ વન અધિકાર સમિતિને આપે છે, પરંતુ એ દાવાઓની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવતી નથી કે સરકાર કોઈ પણ પ્રકારનો રસ પણ નથી રાખતી.

વર્ષ 2011 થી 2013 સુધીની જંગલ જમીનના દાવાઓની કોપી પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી જેના વિરોધના ભાગ રૂપે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ હિંમતનગરના કલેક્ટરને આ મુદ્દાઓને રજૂ કરતું આવેદન પત્ર આપવાનું હતું. આ બધા જ આદિવાસી ખેડૂતો ભિલોડા, ખેડબ્રહ્મા તાલુકાના ગામોમાંથી રેલીમાં પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે આવી પહોંચ્યા હતા. ઘણા બધા આદિવાસી ખેડૂત ભાઈઓને તો જાણ જ નથી હોતી કે એમના દાવાઓ નું શું થયું?

રેલીની શરૂઆતમાં પ્રોત્સાહન આપવા માટે તથા પોતાની વાત રજૂ કરવા માટે હાજર રહેલા જિલ્લાઓના પ્રતિનિધિઓએ જંગલ જમીનના પ્રશ્નો અંગે પોતાની રજૂઆત કરી અને પોતાને થતી મુશ્કેલીઓ અંગેની ચર્ચા કરી ઉપરાંત જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા પડતી મુશ્કેલીઓ અને ધાક ધમકીઓના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. એકલવ્ય સંગઠનના કારોબારી સમિતિના સભ્યોએ આ રેલીમાં આગેવાની લીધી હતી.

ઇન્દુલાલ જાની, સિદ્ધરાજ સોલંકી, બાંધકામ મજૂર સંગઠનના વિપુલભાઈ પંડ્યા, વન મજૂર સંગઠનના પ્રવિણ વ્યાસ અને શેન સિંહ ડામોર ઉપરાંત દિશા સંસ્થાના ડાયરેક્ટર પૌલોમી મિસ્ત્રી પણ ઉપસ્થિત હતા. દિશા સંસ્થાના ભૂતપૂર્વ ડાયરેક્ટર મધુસુદન મિસ્ત્રીએ જંગલ જમીનની લડતનો પાયો નાખ્યો હતો અને આજે પણ તેઓ આ જ મુદ્દે ચર્ચા કરવા આવી પહોંચ્યા હતા. સંમેલન બાદ રેલી કાઢવામાં આવી હતી. આવેદન પત્રના 30 પ્રશ્નોની ચર્ચા કરી હતી અને એકલવ્ય સંગઠનના 5 પ્રમુખ સભ્યોએ ભેગા થઇને કલેકટરને આવેદન પત્ર જમા કરાવીને જરૂરી ચર્ચા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp