શોર્ટ ટર્મમાં 157 રૂપિયા સુધી પહોંચી શકે છે GSFCના શેરનો ભાવ, જાણો શું છે કારણ

PC: gsfclimited.com

જો તમે પણ શોર્ટ ટર્મમાં તગડા નફાની તલાશમાં છો તો તમે એવા સ્ટોક્સ પર દાવ લગાવી શકો છો, જેના પર એક્સપર્ટ્સ બુલિશ છે. આજે તમને એવા જ એક સ્ટોક વિશે જાણકારી મળશે, જેનાથી તમે ઓછા સમયમાં સારો નફો કમાઇ શકો છો. અમે વાત કરી રહ્યા છીએ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ એટલે કે, GSFCની.

જો GSFCના શેરની પ્રાઇસ હિસ્ટ્રીની વાત કરીએ તો આ સ્ટોક બુધવારના રોજ 7 ટકા ઉછળીને 129.15 રૂપિયા પર બંધ આવ્યો હતો. પાછલા 5 દિવસમાં તે 5.64 ટકા ઉછળ્યો છે. જોકે, પાછલા 6 મહિનામાં તેણે 16 ટકાથી વધારે નેગેટિવ રિટર્ન આપ્યું છે. જ્યારે, આ વર્ષે અત્યાર સુધી 6.43 ટકાનું રિટર્ન આપી ચૂક્યો છે.

એક્સપર્ટ્સ અનુસાર, ફર્ટિલાઇઝર સેક્ટરમાં GSFC ભારતની દિગ્ગજ ફર્ટિલાઇઝર, કેમિકલ અને સીડ્સ માઇક્રો ન્યુટ્રિયન્ટ બનાવનારી કંપની છે. વિશ્વભરમાં હાલ ફર્ટિલાઇઝરની અછત છે અને તેના કારણે આ સેક્ટર સંબંધિત કંપનીઓને ફાયદો મળી શકે છે. જો GSFCના ફંડામેન્ટલ્સ અને ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો આ કંપની પર કોઇ પ્રકારનું દેવું નથી. કંપનીની બુક વેલ્યુ 295 રૂપિયાની છે અને પ્રાઇસ ટુ અર્નિંગ એટલે કે, PE ઘણો સસ્તો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે કે, PAT 285 કરોડ રૂપિયા રહ્યો છે. એવામાં આ કંપનીના શેરમાં ખરીદીની સલાહ આપવામાં આવી છે. આ કંપનીના શેર પર શોર્ટ ટર્મ માટે 157 રૂપિયાના ટાર્ગેટ અને 120 રૂપિયાના સ્ટોપ લોસ સાથે ખરીદીની સલાહ આપવામાં આવી છે.

રવિ પાકની વાવણીની સીઝન ચાલી રહી છે. સારી માગને જોતા ખાતર કંપનીઓના શેરોમાં ખરીદી વધી રહી છે. તેના કારણે ફર્ટિલાઇઝર શેરોમાં 23મી નવેમ્બરના રોજ ઇન્ટ્રાડેમાં શેરોમાં 12 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, નેશનલ ફર્ટિલાઇઝર્સ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ, ચંબલ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ અને જુઆરી એગ્રો કેમિકલ્સના શેર 5થી 12 ટકા મજબૂત થયા છે. જ્યારે સેન્સેક્સમાં ફક્ત 0.17 ટકાનો ઉછાળો આવ્યો છે. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ 6 ટકા, ચંબલ ફર્ટિલાઇઝર્સમાં 6 ટકા અ જુઆરી એગ્રો કેમિકલ્સમાં પણ 6 ટકાની તેજી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp