ગોવામાં મળનારી GST કાઉન્સિલની બેઠકમાં સસ્તી થઈ શકે છે આ રોજિંદી વસ્તુઓ

PC: etimg.com/thumb

GST કાઉન્સિલની 37મી બેઠક 20મી સપ્ટેમ્બરે ગોવામાં થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કાર, બાઈક અને બિસ્કિટ સહિત ઘણી વસ્તુઓ પર ટેક્સ ઓછો થઈ શકે છે. જો આવું બનશે તો દરેક સામાનોની કિંમતોમાં ઘટાડો થઈ જશે. 20 સપ્ટેમ્બરે યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં આ વખતે 5 ટકાની જગ્યાએ 8 ટકાના દરને સૌથી નીચો સ્લેબ બનાવી શકાશે.

GST કાઉન્સિલ બેઠકઃ

  • મોદી સરકાર દેશની આર્થિક પરિસ્થિતિને ફરી પાટા પર લાવવા માટે ઘણી વસ્તુઓના GST ઘટાડી શકે છે. GST કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દે ચર્ચાઓ થઈ શકે છે.
  • ગયા અઠવાડિયે જ રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓની ફિટમેન્ટ કમિટીની બેઠક થઈ હતી. જેમાં ગાડીઓ પર GST ઘટાડવાથી સરકારની આવક પર અસર થવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
  • 20 સપ્ટેમ્બરે ગોવામાં થવારી GST કાઉન્સિલની બેઠકમાં GST દરોને લઈને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
  • ઓટો અને FMCG સેક્ટરમાં છવાયેલી મંદીનો ઉપાય શોધવા માટે કાઉન્સિલ ટેક્સ સ્લેબમાં ઘટાડો કરી શકે છે. તો નુકસાનની ભરપાઈ માટે 5 ટકાના સ્લેબને કાઢી નાખવામાં આવી શકે છે.
  • વાહનો પર GST 28 ટકા છે. ઓટો કંપનીઓ આ દરને ઘટાડી 18 ટકા કરવાની માગ કરી રહ્યા છે. જો આવું કરવામાં આવે તો કારોનું વેચાણ વધશે, જેથી મંદ પડેલા ઓટો સેક્ટરમાં ફરી જાન આવી શકે છે. કંપનીઓએ GST સિવાય 1થી 22 ટકા કમ્પનસેશન સેસ પણ આપવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp