ગુજરાત સોલાર ઉપકરણોની નિકાસ કરી શકશે, જાણો કેવી રીતે

PC: fdncms.com

ગુજરાત અને ભારતના રાજ્યોમાં સોલાર ઉપકરણોની નિકાસ કરવાનો માર્ગ મોકળો થયો છે. કેન્દ્ર સરકારે સોલાર એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની રચના કરવાનું નક્કી કરતા તેનો લાભ ગુજરાતને મળશે તેવું ઊર્જા વિભાગ જણાવે છે.

વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાત સોલાર ઉત્પાદનમાં આગળ વધી રહ્યું છે. વિશ્વમાં ભારતનો ક્રમ પણ પાંચમા સ્થાને છે ત્યારે સોલાર સેક્ટરની કંપનીઓ વિશ્વના દેશોમાં સોલાર ઉપકરણોની નિકાસ કરી શકે તે માટે સરકારે કાઉન્સિલ બનાવવાનો નિર્ણય કર્યો છે.

આ કાઉન્સિલ બનાવવા માટે નેશનલ સોલાર એનર્જી ફેડરેશન ઓફ ઇન્ડિયાએ ભારત સરકારમાં રજૂઆત કરી હતી, જેને સારો પ્રતિસાદ મળ્યો છે. કેન્દ્ર સરકાર પ્રમોશન કાઉન્સિલ બનાવવા તૈયાર થઈ છે. કાઉન્સિલની રચના થવાથી સોલાર ઉપકરણોની નિકાસ થઈ શકશે અને રોજગારીની નવી તકો પણ સર્જાશે.

ગ્લોબલ વોર્મિંગ સામે અને હવામાનમાં થતા ફેરફારો સામેની ઝૂંબેશ માટે રચાયેલી આ ખાનગી ક્ષેત્રની સ્વૈચ્છિક સંસ્થા નેશનલ સોલાર એનર્જી ફેડરેશનનો મુખ્ય ઉદ્દેશ સૌર ક્ષેત્રે વિકાસને વેગ આપવાનો તથા તેનો દુનિયાભરમાં પ્રચાર-પ્રસાર કરવાનો છે. તે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ તેમજ ક્લીન એનર્જી જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સહયોગમાં કામ કરે છે.

અધિકારીએ કહ્યું હતું કે વિશ્વમાં ભારત ટોચના પાંચ સોલાર દેશોમાં આવી ગયું છે. રાજ્યમાં સોલાર વીજળી તેમજ તેના ઉપકરણો ઉત્પાદિત થાય છે પરંતુ યોગ્ય માર્કેટના અભાવે નિકાલમાં ઝડપ આવી શકી નથી તેથી જો પ્રમોશન કાઉન્સિલ બનાવવામાં આવે તો ભારતમાંથી સોલારના ઉપકરણોની નિકાસ થઈ શકે છે.

ગુજરાત અત્યારે સોલાર લાઇટ્સ, સોલાર પમ્પ તેમજ કિચનમાં વપરાતા સોલારના સાધનોમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. સોલારના આ ઉપકરણોની વિશ્વના દેશોમાં નિકાસ થાય તે માટે એક પ્રમોશનલ કાઉન્સિલની રચના કરવી જરૂરી હતું તેથી કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપવાની વિચારણા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp