ગુજરાત સરકારનો અછતગ્રસ્ત તાલુકાઓ માટે ખેડૂતલક્ષી નિર્ણય

PC: khabarchhe.com

ગુજરાતમાં 250 મી.મી.થી ઓછો વરસાદ જ્યાં થયો છે, તેવા તાલુકાઓને રાજ્યના મુખ્યમંત્રી નીતિન પટેલે અછતગ્રસ્ત જાહેર કરી દીધા છે. આ યાદીમા 51 તાલુકાઓનો સમાવેશ થાય છે, જેને સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યા છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર અંદાજે 3000 કરોડથી વધુ રૂપિયાની અછતગ્રસ્ત તાલુકાઓ માટે ચૂકવણી કરશે, જેનો અમલ 1 ડિસેમ્બર, 2018થી થશે, તેવી નીતિન પટેલે જાહેરાત કરી હતી. આ 51 અછતગ્રસ્ત તાલુકાઓમાં ખેડૂતોને હેક્ટરદીઠ 6800 રૂપિયાની સહાય આપવામાં આવશે. વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાય ચૂકવવામાં આવશે.

આ સિવાય પશુપાલકોને મદદરૂપ થવા પાંજરાપોળ અને ગૌશાળાઓને 2 મહિના માટે પશુદીઠ 70ની સહાય આપવામાં આવશે. પશુ દીઠ 2 રૂપિયા કિલોના ભાવે ઘાસચારો પણ પૂરો પાડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp