મહેસાણા જિલ્લામાં કલ્ટીવેટર સહાય પેટે 230 ખેડૂતોને રૂ 20.59 લાખની સાધન સહાય અપાઈ

PC: dnaindia.com

ખેડૂત સમૃદ્ધ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટેના આહવાનને સાકાર કરવા ખેડૂતોને વિવિધ પ્રકારની સાધન સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.ખેડૂતોને રાસાયણિક ખાતર સમયસર પૂરું પાડવું, ખેડૂતોને ઝીરો ટકાએ લોન ઉપલબ્ધ કરાવવી, ખેતરમાં ખેડ કરવા માટે ટ્રેકટર સહાય પૂરી પાડવી જેવા પગલાં લેવામાં આવે છે.

ખેડૂત સહાય માટેના વિવિધ સાધનો પૂરું પાડવામાં કલ્ટીવેટર સહાય પણ ખૂબ અગત્યની છે કારણ કે, ટ્રેક્ટર હોય પણ જમીન ખેડવા માટે કલ્ટીવેટર ખૂબ અગત્યનું છે. કહેવાય છે કે, ‘ખેડ ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી’ આ ઉક્તિ મુજબ ખેતરને ખાતર અને પાણી પહોંચાડ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા ખેતરમાં ખેડ કરવા માટે કલ્ટીવેટરની સહાય પણ રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવે છે.

છેલ્લા બે વર્ષમાં મહેસાણા જિલ્લામાં 230 ખેડૂતોને રૂપિયા 20.59 લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે તેમ ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં કૃષિમંત્રી આર.સી.ફળદુએ વિધાનસભામાં જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp