4 વર્ષમાં હાર્લી ડેવિડસન સહિત આ 7 મોટી ઓટો કંપનીઓ ભારત છોડીને ચાલી ગઇ, જાણો કેમ

PC: navodayatimes.in

ભારતના યુવાનોને ઘેલું લગાડનાર બાઇક હાર્લી  ડેવિડસને હવે ભારત છોડવાનો નિર્ણય કરી લીધો છે. અમેરિકાની આ મશહૂર બાઇક કંપનીએ ભારતમાં પોતાની વધતી ખોટને ધ્યાનમાં રાખીને ભારતના ટાટા બાય બાય કરવાનું નક્કી કર્યું છે. કંપની હવે પુરી રીતે વિદેશી બજારોમાં પોતાનું ફોકસ રાખવા માંગે છે.

યુવાનોને ભારે ઘેલું લગાડનાર હાર્લી ડેવિડસન કંપનીના ગયા નાણાંકીય વર્ષમાં વેચાણમાં 22 ટકા ઘટાડો નોંધાયો હતો. એટલે કંપનીએ ભારત છોડવાનો નિર્ણય કર્યો છે અને અમેરિકામાં પોતાનો બિઝનેસ વિસ્તારવાની યોજના બનાવી છે. હાર્લી ડેવિડસનનું હરિયાણાના બાવલમાં એસેમ્બલીંગ યુનિટ આવેલું છે.

વર્ષ 2019માં હાર્લી ડેવિડસને ભારતમાં માત્ર 2,676 બાઇકનું વેચાણ કર્યું હતું, એમાંથી 65 ટકા વેચાણ 750 સીસી વાળી બાઇકનું હતું ,જેનું એસેમ્બલીંગ હરિયાણામાં થઇ રહ્યું છે. ભારતમાંથી  છેલ્લાં 4 વર્ષમાં  નિકળી ગયેલી હાર્લી ડેવિડસન 7મી મોટી ઓટોમોબાઇલ કંપની છે. ભારતમાં નુકશાન કરનારી 6 ઓટોમોબાઇલ કંપની અગાઉ ભારત છોડી ચૂકી છે.

હાર્લી ડેવિડસન પહેલાં ભારતના બજારોમાંથી બહાર થઇ ગયેલી અન્ય ઓટોમોબાઇલ કંપનીઓમાં જનરલ મોર્ટર્સ, ફિયાટ, સાંગયોંગ, સ્કૈનિયા,મેન અને યુએમ મોટર સાયકલ કંપનીએ ભારતમાં ભારે ખોટ જતા અહીંથી ધંધો સમેટી લીધો હતો.

તમને સૌથી મોટો સવાલ એ થતો હશે કે આટલી મોટી કંપનીઓ ભારતના બજારને છોડીને કેમ જઇ રહી છે. જાણકારોનું કહેવું છે કે આ મોટી કંપનીઓનું ભારત છોડવાનું સૌથી મોટું કારણ એ છે કે આ કંપનીઓને ભારતીય બજાર અને તેની જરૂરિયાતોની સમજ નહોતી. આ વાત મારુતિ સુઝુકીએ સારી રીતે સમજી હતી અને તેમણે ઓટો મોબાઇલ સેકટરમાં 50 ટકા હિસ્સો લાંબા સમય સુધી જાળવી રાખ્યો છે.

મારુતી સુઝુકી કંપનીએ ગ્રાહકોની માનસિકતા સમજી હતી અને તે મુજબ મારુતિની 800થી લઇને અલ્ટો, વેગનઆર, શિફટ જેવી કારોએ ધૂમ મચાવી હતી. એનું કારણ એવું છે કે આ કાર  વ્યાજબી કિંમતે અને પુરા ફિચર્સ સાથે આસાનીથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

મારુતિ સુઝુકીને સામે ટોયોટો મોટર્સ, ફોર્ડ,ફોકસવેગન,નિસાન જેવી કંપનીઓનો ભારતના બજારમાં ઓછો બિઝનેસ રહ્યો.મારુતિનું વેચાણ વધવાનું કારણ એ જ છે કે તેણે નાની કારનું ઉત્પાદન વધાર્યું , કારણ કે નાની કારોની બજારમાં માંગ વધારે છે.

બાઇક કંપનીઓની વાત કરીએ તો હીરો અને બજાજ જેવી કંપનીઓએ ભારતમાં જે સ્થાન બનાવ્યું છે તેવું સ્થાન હાર્લી ડેવિડસન ભારતમાં ન બનાવી શકી. બજારના જાણકાર લોકોનું કહેવું છે કે આ કંપનીના સભ્યો ડેટ્રોયટ,વોલ્ફસબર્ગ અને ટોકિયોમાં બેસીને યોજના બનાવે છે જે ભારતના ગ્રાહકોની સામે નિષ્ફળ જાય છે. એમનું મોટું રોકાણ ગ્રાહકો મુજબ હોતું નથી એટલે આખરે જેમણે ભારત છોડવું પડે છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp