26th January selfie contest
BazarBit

તમે ક્યારેય અખરોટનો સ્વાદ ધરાવતા કાળા ચોખા ખાધા છે? એક ગુજરાતી ખેડૂતે ઉગાવ્યા છે

PC: khabarchhe.com

સફેદ, પીળાશ પડતા, છીંકણી અને હવે કાળા ચોખાની ખેતી ગુજરાતમાં થવાની શક્યતા ઊભી થઈ છે.  ત્રિપુરા અને મીઝોરમમાં થતાં કાળા ચોખા હવે ખેડાના સાંખેજ ગામના મેકેનિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરેલાં ખેડૂત શિવમ પટેલે કર્યા છે. કાળા ચોખાની 3 વીઘા જમીનમાં બ્લેક રાઈસની ખેતી કરીને 150 મણ જેટલું ઉત્પાદન મેળવ્યું છે. નવાગામ ચોખા સંશોધન દ્વારા તેમને મદદ મળી હતી. કિલો દીઠ રૂ.300થી રૂ. 700નો ભાવ મળે છે. આમ બ્રાઉન ચોખા બાદ હવે આ નવી વેરાયટીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. બ્રાઉન રાઈસના ચલણની સાથે હવે, અખરોટનો સ્વાદ કાળા ચોખાની ખેતી વધી શકે છે.

કાળા ચોખા, એક વિદેશી જાત છે જેને ચીનમાં પ્રતિબંધિત ચોખા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે રાંધવાથી એકદમ જાંબુડીયા – ખજૂર જેવા રંગના બની જાય છે. આ ચોખા નાસ્તાની વસ્તુ બનાવવા માટે વધું સારા છે.

હાલના ચોખા જ ખેતી

3 લીઘા માટે 15 કિલો બિયારણ મંગાવી હાલના ચોખાની જેમ જ 23 દિવસે ફેર રોપણી પછી 130થી 135 દિવસે ડાંગરનો પાક તૈયાર થઈ જાય છે. ઓર્ગેનિક ખેતી હોવાથી છાણીયુ ખાતર નાંખવામાં આવે છે. જમીનમાં હળવું પાણી - પિયત આપ્યું હોવાથી રોગ જીવાતનો ઉપદ્રવ આવ્યો ન હતો.

ઉત્પાદન

ડાંગરથી થ્રેસિંગથી ચોખા કાઢતાં 20 કિલોમાંથી 12 કિલો આખા ચોખા નિકળે અને 4 કિલો ટુકડા અને 6 કિલો ભુસું નિકળે છે. આમ થ્રેસીંગ પછી વીઘે 1000 કિલો ઉત્પાદન મળે છે. દાણો મજબૂત હોવાથી ઓછો તૂટે છે.

ખર્ચ

વીઘે 5 કિલો બિયારણ વાપરતાં રૂ.17-18 હજાર ખર્ચ આવે છે. 2500 છાણીયુ ખાતર, રોપણીથી કાપણી સુધીની મજૂરી રૂ.5500 ખર્ચ થાય છે. 1000 કિલોના ઉત્પાદન સાથે સારો નફો મળે છે.

ચોખા કાળા કેમ?

કાળા ચોખામાં ઍન્ટિ-ઓક્સિડેન્ટ અને એન્થોકાયનીન વધારે હોય છે. જેના કારણે તેનો રંગ વધુ કાળો બને છે.

આસામના ગોલપુર

ભારતમાં સૌથી પહેલા કાળા ચોખાની ખેતી આસામના યુવાન ખેડૂત ઉપેન્દર રાબા એ 2011 માં શરુ કરી હતી. આસામના ગોલપુર જીલ્લામાં આમગુરી પારા ગામના 200થી વધુ ખેડૂતો કાળા ચોખાની ખેતી કરે છે. સામાન્ય ચોખાની કિંમત 15 થી 80 રૂપિયા કિલો અને કાળા ચોખાની કિંમત રૂ.200થી 500 કિલો સુધી હોય છે. 2011 માં કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એક કિલો કાળા ચોખાના બીજ આપ્યા હતા. વર્ષોના પ્રયાસ પછી આ ખેડૂત સફળ થયા હોવાથી ‘ઉપેન્દ્ર ચોખા’ રાખવામાં આવ્યા છે. આસામ બહાર એટલાં જ લોકપ્રિય થયા છે. 2013માં 10 હજાર કિલો ઉત્પાદન ખેડૂત ઉપેન્દ્ર રાભા દ્વારા કરવામાં આવ્યું હતું.

ચોખા ગોલપરા અને આસામના વિવિધ ભાગોમાં પણ લોકપ્રિય થઈ રહ્યા છે. કૃષિ વિભાગ, ગોલપરા અને કૃષિ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી, (એટીએમએ) અને કે.વી.કે.ના માર્ગદર્શન હેઠળ, જેણે કાળા ચોખાના વાવેતરના ક્ષેત્રમાં વધારો કરવા માટે સહયોગ આપ્યો હતો. અમગુરીપરા કાળા ચોખા ઉત્પાદક સોસાયટી નામની સંસ્થા ઊભી કરી છે. જે ચોખાના વાવેતર અને માર્કેટિંગ માટે કામ કરે છે.

પંજાબમાં ખેતી

પંજાબના ફિરોજપુર જીલ્લાના ગામ માના દિંહ વાળામાં પહેલી વખત કાળા ચોખાની ખેતી કરી હતી. રૂ.500 ભાવ મળે છે. એક એકરે 15 થી 20 ક્વિન્ટલ ઉત્પાદન થાય છે. પંજાબના ત્રણ ખેડૂતોએ મળીને 35 એકરમાં કાળા અનાજની પહેલી વખત ખેતી કરી અને તેમને ખુબ સારું પરિણામ મળી રહ્યું છે. તેઓ મિઝોરમથી બી લાવ્યા હતા.

પોષક તત્વો

પૉલિશ કરેલા સફેદ ચોખામાં પ્રોટીનની માત્રા 6.8 ટકા હોય છે. બ્રાઉન ચોખામાં 7 પ્રોટીન, આયર્ન 5.5 અને ફાઇબર 2 ટકા હોય છે. જ્યારે કાળા ચોખામાં પ્રોટીન 8.5 આયર્ન 3.5, ફાઇબર 4.9 ટકા છે. માટે અન્ય ચોખા કરતાં આ ચોખા આરોગ્ય માટે સારા છે. ખાવા માટે ઉત્તમ છે. 18 એમિનો એસિડ્સ, આયર્ન, જસત, તાંબુ, કેરોટિન, વિટામીન ઈ અને કેટલાક મહત્વપૂર્ણ વિટામિન્સ છે. કાળા ચોખા કિડની અને યકૃત માટે સારા હોવાનો દાવો કરવામાં આવે છે. 

આરોગ્યમાં ફાયદો

બ્લેક રાઈસમાં વધુ પ્રમાણમાં એન્ટી ઓક્સિડેન્ટ મળી રહે છે. વજન ઓછું કરવા, ડાયાબિટીસ, લીવર કેન્સર અને હાર્ટની બિમારી માટે ફાયદાકારક છે. આ ચોખામાં અખરોટનો સ્વાદ હોય છે. અન્ય ચોખા કરતાં વધુ સુગંધિત અને વધુ પૌષ્ટિક છે. ઓછી કેલેરી હોય છે. ઉપરાંત કાર્બોહાઇડ્રેડ ઓછું, પ્રોટીન ને ઍન્ટિ-ઓક્સિડેન્ટ વધુ હોય છે. સાથે જ આયર્ન ફાઇબર અને વિટામિન બી પણ તેમાંથી મળી રહે છે. ડાયાબિટીસ, કૅન્સર, હાર્ટ એટેક જેવા રોગોના દર્દીઓ માટે વધુ ફાયદામંદ છે. વજન ઓછું કરવા માટે વાપરી શકાય છે.  

કાળા ચોખા ખાવાના ફાયદા

એન્ટી-ઓક્સીડેંટ આપણા શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે. શરીરને ડીટોક્સ કરી ઘણી જાતની બીમારીઓ અને તકલીફો દુર રહે છે. કેન્સરના ઈલાજ માટે સૌથી વધુ ઉપયોગી માનવામાં આવે છે. સફેદ અને છિકણી ચોખાની સરખામણીમાં  કાળા ચોખા ખાવામાં એંથોસાઇનિન છે જે એટેક આવવાની શક્યતાઓને ઘટાડી શકે છે. શરીરમાં બેચેની અથવા તો અશક્તિ લાગે તેના માટે સારા છે.ચીનના નાના ભાગમાં કાળા ચોખાની ખેતી રાજાને ખાવા માટે કરવામાં આવતી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp