ખેતર લોકડાઉન થયા હોત તો શું થાત, વાંચો ખેડૂતોની સાહસીક કથા

PC: gstatic.com

હાલ 3.82 લાખ હેક્ટરમાં ઉનાળુ પાક ખેતરમાં છે. ઘઉં, કપાસ, રાય, બટાટા, શાકભાજી, ફળના બગીચા, પશુપાલ દ્વારા દૂધ અને ઘાસચારા માટે 48 લાખ હેક્ટર ખેતરોમાં ખેડૂતો કામ કરે છે. બગીચા, શાકભાજી અને ચારા માટે ખેતરમાં રોજ જઈ રહ્યાં છે. આમ લગભગ 1 કરોડ ખેડૂતો અને ખેત મજૂર ખેતરોમાં કામ કરી રહ્યા હોવાનો અંદાજ ખેડૂત સંગઠન દ્વારા વતાવવામાં આવ્યો છે. તેઓને લોકડાઉન પોલીસ અને આરોગ્ય વિભાગે કર્યું નથી. તેથી શહેરોમાં શાકભાજી અને ફળનો પુરવઠો સતત મળતો રહ્યો છે. કોરોના સામે જોખમ લઈને ખેડૂતોએ શહેરોના જીવનને પૂરવઠો પૂરો પાડ્યો છે. 

રોજ રાજ્યની 69 એપીએમસી, 30 ડેરી અને બજારમાં 52 લાખ લીટર દૂધ, 80થી 90 હજાર કવીન્ટલ શાકભાજી, 5 હજાર કવીન્ટલ ફળ, 25 હજાર કવીન્ટલ બટેટા, 10 હજાર કવીન્ટલ ડુંગળી, 10 હજાર ટામેટા અને 45થી 50 હજાર કવીન્ટલ લીલાશાકભાજીનો ખેડૂતો પોતાના જીવના જોખમી રોજ પહોંચાડી રહ્યાં છે. તેના કારણ શહેરો સારી રીતે ખાઈ રહ્યાં છે. આમ 2 લાખ ક્વીન્ટર (2 કરોડ કિલો) માલ રોજનો આવી રહ્યો છે. 

પોલીસે ખેડૂતો માટે સહાનુભૂતિ રાખીને તેમને ખેતરોમાં જવાની પહેલાથી જ છૂટ આપી છે. તેથી કૃષિ વેપારને મોટા ભાગે કોઈ અડચણ આવી નથી. ખેડૂતો અને વેપારીઓ પોતાનો માલ હાઈવે પર લઈને નિકળે છે ત્યારે પોલીસ કે બીજા સત્તાવાળીઓ મોટા ભાગે પરેશાન કરતાં નથી. જોકે ઘણાં સ્થળે ખેડૂતો પર પોલીસે બેરહેમથી લાઠીઓ ફટકારી હોવાના બનાવો બન્યા છે. લૉકડાઉનની પરિસ્થિતિમાં ખેડૂતો રવિ પાકની લણણી કરી શકે તે માટે ખેડૂતોને કેટલીક છુટછાટ આપવામાં આવી છે. 

ઘઉં, કપાસ, રાય અને દિવેલા પાક અને રવિ પાકના ખેડૂતો લણવા માટે ખેતરમાં છે. જોકે રાજસ્થાન અને આદિવાસી વિસ્તારોના મજૂર વર્ગ ગામોમાંથી બહાર નિકળ્યો નથી, તેથી શહેર કરતાં ગામડામાં સ્થિતી સારી છે.  તેથી પાક કાપણી માટે હાર્વેષ્ટર, થ્રેસર, રીપર, સાધનોના માલિક, ડ્રાયવર, મજૂરો વગેરે  છૂટથી અવરજવર કરી રહ્યાં છે.  પાકની કાપણી પછી કૃષિ પેદાશોને નુકસાન ન થાય તે માટે ખેતરથી ઘર કે  પાક સંગ્રહ ગોડાઉન સુધી  પાક લઈ જવાની છૂટ રહેશે 

બાગાયત પાકો, ઉનાળુ પાક, બગીચા, લલણી, કાપણી અને માલને ખેતર બહાર લઈ જવા માટે 1 કરોડ લોકો કામ કરી રહ્યાં છે. જેઓ મોટા ભાગે એક બીજાના સંપર્કમાં ન આવે એવી સૂચનાઓ સત્તાવાળાઓએ આપી છે. રાતના સમયે વિજળીથી સિંચાઇ કરવા માટે ખેડૂતો અને મજૂર જાય છે. ફળ અને શાકભાજીના ખેડુતોના ઉત્પન્નો જલ્દી નાશ પામતાં હોઈ તે પણ માર્કેટમાં નિર્ધારિત સમયે લઈ જવાની છૂટ સરકારે આપી હોવાથી મોટો જથ્થો ખરાબ થયો નથી. શહેર સુધી તે પહોંચી શક્યો હોવાથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં તેનો પુરવઠો અટક્યો નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp