બે વર્ષમાં કોંગ્રેસને કંપનીઓએ રૂ. 55.36 કરોડનું ફંડ આપ્યું, ભાજપને કેટલા કરોડ?

PC: ndtv.com

છેલ્લા બે વર્ષમાં જુદી જુદી કોર્પોરેટ કંપનીઓએ રાજકીય પાર્ટીઓને 985 કરોડનું ફંડ આપ્યું તેમાં કોંગ્રેસ પાર્ટીને રૂ. 55.36 કરોડ મળ્યા હતા જ્યારે ભાજપને તેનાથી 16 ગણા એટલે કે 900 કરોડથી વધુ મળ્યા હતા.

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સના આંકડા મુજબ વર્ષ 2016-18માં કોર્પોરેટ કંપનીઓએ 985.18 કરોડનું ફંડ જુદી જુદી કંપનીઓને આપ્યું હતું. આ ફંડ તેમના જુદા જુદા સોર્સથી આવતા ફંડના 93 ટકા છે.

સંસ્થાના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કુલ 6 નેશનલ પાર્ટીઓમાંથી ભાજપને સૌથી વધુ 915.59 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. આ ફંડ કુલ 1731 કંપનીઓએ આપ્યું હતું. બીજા ક્રમે કોંગ્રેસ આવે છે. કોંગ્રેસને 151 કપંનીઓએ રૂ. 55.36 કરોડનું ફંડ આપ્યું હતું. ત્રીજા ક્રમે એનસીપી આવે છે જેને 23 કંપનીઓએ 7.7 કરોડનું ફંડ આપ્યું હતું. 

એવું નથી કે ભાજપને કોર્પોરેટ ફંડિગ કેન્દ્રમાં તેની સરકાર આવ્યા પછી જ વધુ મળ્યું છે. એડીઆરનું એનાલિસિસ જણાવે છે કે વર્ષ 2012થી લઇને 18 સુધી ભજપને રૂ. 1621 કરોડનું ફંડ કોર્પોરેટથી મળ્યું હતું જે છ વર્ષમાં કુલ કોર્પોરેટ ફંડિંગનું 83.49 ટકા જેટલું છે. એક રીતે કહી શકાય કે વર્ષ 2012થી જ કોર્પોરેટ લોબી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાનું નક્કી કરી ચૂકી હતી. 

આ રિપોર્ટમાં રૂ. 20,000થી વધુ ડોનેશન મેળવનારી પાર્ટીઓને ધ્યાનમાં લેવાઇ હતી જેમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત એનસીપી, સીપીઆઇ, સીપીએમ અને તૃણમૂલ કોંગ્રેસને ધ્યાને લેવાઇ હતી. બહુજન સમાજવાદી પાર્ટીએ એવું કહ્યું હતું કે તેને 20,000થી વધુનું ડોનેશન કોઇએ આપ્યું જ નથી, એટલે તેનું એનાલિસિસ કરાયું ન હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp