ગુજરાતમાં નાના ખેડૂતોની સંખ્યા 20 વર્ષમાં 6થી 12 લાખ થઇ ગઇ

PC: khabarchhe.com

અડધો હેક્ટર જમીન હોય એવા ખેડૂતો ગુજરાતમાં અત્યંત ઝડપથી વધી રહ્યાં છે. જમીન નાના ટૂકડામાં ફેરવાઈ રહી છે. જે ખેડૂતો પ્રગતિ તરફ નહીં પણ અધોગતિ તરફ ધકેલાઈ રહ્યાં હોવાના નિર્દેશ કહી શકાય છે. 2001માં 6 લાખ ખેડૂતો એવા હતા કે જેમની પાસે અડધો હેક્ટરથી નીચે એટલે કે 3 વીઘાથી નીચે જમીન હતી. જે 10 વર્ષ પછી 9.31 લાખ અને 2020માં તે વધીને 12 લાખ ઉપર પહોંચી જશે. આમ 20 વર્ષમાં 6 લાખ નાના ખેડૂતોનો વધારો થયો છે. બે ગણા નાના ખેડૂતો વધી ગયા હોય એવું અગાઉ આટલી ઝડપે ક્યારેય થયું નથી.

હવે સામાન્ય રીતે ખેડૂત જો માત્ર ખેતી પર જ પોતાનું ગુજરાન ચલાવવા માંગતા હોય તો ઓછામાં ઓછી 10 વીઘા જમીન જોઈએ. ગુજરાતમાં 10થી 12 વીઘા જમીન ધરાવતાં હોય એટલે કે 2 હેક્ટર સુધી જમીન હોય એવા ખેડૂતોની સંખ્યા 40 લાખ છે. ગુજરાતમાં કૂલ ખેડૂતો 55 લાખ છે. જેનો સીધો મતલબ એ થયો કે 30થી 40 લાખ ખેડૂતો એવા છે કે જેમને પોતાનું ગુજરાન ચલાવવાના ફાંફા છે.

ગુજરાતમાં 2001માં 25 લાખ આવા નાના ખેડૂતો હતા તે વધીને હવે 40 લાખ થઈ ગયા છે. આમ અહીં ખેડૂતો જમીન ગુમાવી રહ્યા છે. જમીન નાની થઈ રહી છે. 3 વીઘા જમીન હોય તે ખેડૂતે પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે ખેત મજૂરી કરવી પડે અથવા આવકના બીજા સાધનો ઊભા કરવા પડે છે. આવા 20 લાખ કુટુંબો છે.

ગુજરાતના ખેડૂતોની સ્થિતિ છેલ્લાં 20 વર્ષમાં વધારે ખરાબ થઈ છે. તેઓ ઓછી જમીન ધરાવતાં થયા છે. જ્યારે ઓછી જમીન થાય ત્યારે તે તેના ઉત્પાદન પર પુરતું ધ્યાન આપી શકે નહીં. તેને સિંચાઈ માટે બોર બનાવી શકે નહીં કે સરકાર તેને વીજળીના જોડાણો આપી શકે નહીં, તેથી ચોમાસા આધારિત ખેતી કરતાં થઈ જાય છે.

આવું થતાં ખેત ઉત્પાદન પર માઠી અસર પડે છે, ગ્રામ્ય કૃષિ અર્થતંત્ર અત્યંત ખરાબ બની રહ્યું છે. ઉત્પાદકતા સારી મળતી નથી. તેથી ખેતી પરવડે નહીં, સરવાળે ખેતી કરવાનું બંધ થાય અને પોતાની જમીન વેંચી નાંખવી પડે છે. જમીનના ટૂકડા થવાનું મુખ્ય કારણ તો ભાઈ ભાગ છે. પણ તેની સામે આર્થિક કારણ એટલું જ જવાબદાર છે. તેથી ખેડૂતો જમીન વેચી મારે છે.

ગામડાઓમાં ખેતી કરનારો સૌથી મોટો વર્ગ પાટીદાર, કોળી, ઠાકોર, દલિત, રાજપુત છે. તેમાં પાટીદાર વર્ગ પોતાની જમીનો મોટા પ્રમાણમાં વેંચી રહ્યાં છે. ઠાકોર પણ એજ રીતે કરી રહ્યા છે. પણ બીજા વર્ગો નાની જમીન ખરીદી રહ્યાં છે. આમ જમીનનું હસ્તાંતરણ વ્યાપક રીતે થઈ રહ્યું છે. બીજું જેમની પાસે ઓછી જમીન છે તે રોજગારી શોધવા માટે હિજરત કરે છે. તેથી તેની પાસે જે થોડી જમીન છે કે ગામમાં બીજાને કૃષિ કામ માટે ભાડેથી આપી દે છે.

 

2020-21

2010-11

2000-01

કદ-હેક્ટર

ખેડૂતો

જમીન

ખેડૂતો

જમીન

ખેડૂતો

જમીન

0.5થી નીચે

1266913

264895

931420

212376

595927

159857

05-1.0

1066647

812260

884214

672445

701781

532630

1.0-2.0

1601440

2315198

1429021

2074884

1256602

1834570

2.0-3.0

718343

1836621

718343

1744147

680027

1651673

3.0-4.0

359190

1238512

361190

1244512

363140

1250588

4.0-5.0

193122

891844

214122

952844

227994

1014208

5.0-7.5

196776

1190051

226776

1365051

255731

1540180

7.5-10.0

50753

436536

71753

612536

92730

788731

10.0-20.0

27289

340404

43289

545404

59257

750789

20.0વધુ

4911

595070

5482

474263

6053

353456

કૂલ

5531978

9920250

4885610

9898466

4239242

9876682

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp