સ્થિતિઓ સુધરી રહી છે, 5000 અબજ ડૉલરની અર્થવ્યવસ્થાની દિશામાં સરકાર: સીતારમન

PC: etimg.com

દેશ અને દુનિયામાં ચાલી રહેલા ઈકોનોમિક સ્લોડાઉનની વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું છે કે, સરકાર 5000 અબજ ડૉલરની અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહી છે અને તે લક્ષ્યને હાંસલ કરવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે કહ્યું, સ્થિતિઓ સુધરી રહી છે, આ સમયે માત્ર આટલું જ કહી શકું છું કે અમે આગળ વધી રહ્યા છે. થોડા સમય પછી તમને વધું સારી માહિતી મળશે. થોડા સમય પછી જ આ મુદ્દે વધારે કઈ કહી શકાશે.

સરકારે હાલમાં જ કોર્પોરેટ કરમાં ભારે ઘટાડો કર્યો છે. જેના દ્વારા સરકારની તિજોરીને 1.45 લાખ કરોડ રૂપિયાની ખોટ થશે તેનું અનુમાન છે. તેના સિવાય સરકારે આવાસીય ક્ષેત્ર અને દૂરસંચાર ક્ષેત્રની કંપનીઓ BSNL અને MTNLને પણ કરોડો રૂપિયાનું રાહત પેકેજ આપ્યું છે. તેના દ્વારા સરકારના ખજાના પર બોજો વધવાનું અનુમાન છે. સીતારમને કહ્યું કે, 2024-25 સુધી ભારતને 5000 અબજ ડૉલરની અર્થવ્યવસ્થા ઊભી કરવાનું લક્ષ્ય છે. જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અમે સમીક્ષા કરી રહ્યા છે અને અમુક અઠવાડિયામાં સ્પષ્ટ રીતે કહી શકીશું.

નિર્મલા સીતારમને વિશ્વાસની સાથે કહ્યું કે, નવેમ્બર મહિનામાં GSTનો સંગ્રહ વધશે. કોર્પોરેટ ટેક્સને 30 ટકાથી ઘટાડીને 22 ટકા કર્યા પછી ઉદ્યોગ ક્ષેત્રમાં આ નિર્ણયને લઈને સકારાત્મક વલણ જોવા મળ્યું છે. તેઓ ભવિષ્ય માટેની રોકાણની યોજનાઓ બનાવી રહ્યા છે. તો ઘણાં ઉદ્યોગો નવા રોકાણની યોજનાઓ પર કામ કરી રહ્યા છે. વિનીવેશીકરણને લઈને નાણામંત્રી કહે છે કે જુદા જુદા મંત્રાલયોની સાથે મળીને કામ કરી રહ્યા છે. થોડા સમય પછી વધારે સ્પષ્ટતા જોવા મળશે.

તેઓ કહે છે કે, હાલમાં તો એટલું જ કહી શકાય કે, અમે આગળ વધી રહ્યા છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં વિનીવેશીકરણના માધ્યમે 1.05 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સાર્વજનિક ક્ષેત્રની ઘણી કંપનીઓમાં સરકાર પોતાની ભાગીદારી વેચવાની યોજના બનાવી રહી છે. HPCLની પૂરેપૂરી સરકારી ભાગીદારી ONGCને વેચ્યા પછી હવે BPCLમાં પણ સરકાર પૂરી ભાગીદારી વેચવાની તૈયારીમાં છે. તેના સિવાય THDC, નીપ્કો અને શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનું નામ પણ વિનીવેશીકરણની યાદીમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp