ભારત-અમેરિકા વચ્ચેનો વેપાર કરાર અટક્યો નથી, ટ્રમ્પે આપ્યું આ મોટું નિવેદન

PC: reutersmedia.net

ભારત અને અમેરિકા વચ્ચેનો પ્રસ્તાવિત વેપાર કરાર અટક્યો નથી. બંને પક્ષ એ વાત પર સંમત થયા છે કે ઉતાવળમાં કોઈ પણ રીતને ટ્રેડ ડીલ નહીં થવી જોઈએ. દિલ્હીમાં આધિકારિક સૂત્રોએ આ વાત કરી છે. તેના 2 કલાક પછી જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે તેમની પહેલી ભારત મુલાકાત દરમિયાન કરાર કદાચ નહીં થાય કારણ કે તેઓ આ કારારને બાદના મોટા કરાર માટે બચાવી રાખવા માગે છે.

ટ્રમ્પે વોશ્ગિંટનમાં કહ્યું કે, વેપારના મામલે ભારતે અમેરિકા જોડે સારો વ્યવહાર કર્યો નથી. પણ હું પ્રધાનમંત્રી મોદી પસંદ કરું છું. તેમણે આગળ કહ્યું કે, ભારત પ્રવાસ દરમિયાન કોઈ મોટા વેપારલક્ષી કરાર નહીં થાય. પણ ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ પાછળથી જરૂર થશે. ભારત સાથે વેપારલક્ષી કરાર જરૂર થશે પણ તે હમણા નહીં, પણ કદાચ ચૂંટણી પહેલા થઈ શકે છે. પણ અમે ભારત સાથે મોટા વેપારલક્ષી કરારો જરૂર કરીશું. બસ હમણાં નહીં.

ભારત ઈચ્છે છે કે અમેરિકા ઈસ્પાત અને એલ્યૂમીનિયમ ઉત્પાદનો પર અમેરિકામાં લગાવવામાં આવતા ઊંચા કરોમાંથી રાહત આપે. તો અમેરિકા ઈચ્છે છે કે ભારત તેના કૃષિ અને વિનિર્મિત ઉત્પાદનો, ડેરી ઉત્પાદનો અને ચિકિત્સા ઉપકરણો માટે મોટા સ્તરે પોતાનું બજાર ખોલે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પહેલી ભારત મુલાકાતને લઈને ઘણાં ઉત્સાહિત છે. તેમણે આ પહેલા કહ્યું હતું કે, તેઓ ભારતની મુલાકાતની તૈયારીમાં છે, જ્યાં લાખો લોકો તેમના સ્વાગત માટે તૈયાર રહેવાના છે.

બે દિવસની ભારત મુલાકાતઃ

વ્હાઈટ હાઉસે 10 ફેબ્રુઆરીના રોજ જાહેરાત કરી હતી કે ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ બે દિવસીય ભારત પ્રવાસ પર આવશે. ટ્રમ્પ અમદાવાદ અને ન્યૂ દિલ્હીમાં રહેશે.

રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન ઘણાં અગત્યના કરારો પર સમજૂતી થશે. પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં થનારી કેબિનેટની સુરક્ષા સંબંધિત સમિતિમાં 6 નવા અપાચે હેલીકોપ્ટર અને 24 MH 60 હેલીકોપ્ટર ખરીદવાના અગત્યના રક્ષા કરારો પર પણ નિર્ણય થઈ શકે છે.

સૂત્રો મુજબ કેબિનેટની સુરક્ષા સબંધિત સમિતિના ડેસ્ક પર સેનાની એવિએશન વિંગ માટે 6 નવા અપાચે ઍટેક હેલિકોપ્ટર હશે. થોડા વર્ષ પહેલાના ભારતીય વાયુસેના માટે 22 અપાચે યુદ્ધ હેલિકોપ્ટર ખરીદ ડીલ સાથે જ આ જોડાયેલા છે. લગભગ 9.3 કરોડ ડોલરની રકમથી અડધો ડઝન AH64E હેલિકોપ્ટરની ખરીદી થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp