ક્રૂડ ઓઈલને લઈને ભારત સાઉદી અરબને આંચકો આપે એવા એંધાણ

PC: Petrobazaar.com

ભારત સાઉદી અરબથી ક્રૂડ ઓઈલ આયાત કરતો દુનિયાનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે. પણ ઈંધણના ઉત્પાદનમાં મામુલી ભાવ વધારાનો નિર્ણય વચ્ચે ભારતીય રીફાઈનરીમાં મે મહિનામાં સાઉદી અરબથી સામાન્યથી 36 ટકા ઓછું ક્રૂડ તેલ આયાત કરશે. નવી દિલ્હીએ ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો કરવાને લઈને સાઉદી અરબ અને અન્ય ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશ તરફથી કપાત કર્યાનો આરોપ લગાવ્યો છે.

ભારતીય અર્થવ્યવસ્થા હજું પણ કોરોનાના મારમાંથી બેઠી થવા માટે પ્રયત્નો કરી રહી છે. એજન્સીના જણાવ્યા અનુસાર ભારતની સરકારી રીફાઈનરીઓમાં મે મહિનામાં મિલિયન બેરલ તેલ સાઉદી અરબ પાસેથી ખરીદવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. અગાઉ 10.8 મિલિયન બેરલ તેલ ખરીદવાની યોજના હતી. પણ સાઉદી અરબ રાષ્ટ્રનું વલણ ઘ્યાને લેતા ઓછું ક્રૂડ ઓઈલ ખરીદવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને મેંગલોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લી. સામાન્ય રીતે એક મહિનામાં 14.8 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ સાઉદી અરબ પાસેથી ખરીદે છે. સુત્રોના જણાવ્યા અનુસાર તેલની આયાત વધારવાને લઈને ભારતના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને સાઉદી પ્રિન્સ અબ્દુલ અજીજ બિન સલમાન વચ્ચે થયેલી વાતચીત બાદ ઓછું ક્રૂડ ઓઈલ આયાત કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે, બંને દેશના મોટા નેતાઓ વચ્ચે ચોક્કસ ક્યા વિષયને લઈને વાતચીત થઈ એ અંગે કોઈએ સ્પષ્ટતા કરી નથી. આ અંગે કોઈ મુદ્દો પણ જાણવા મળ્યો નથી.

આ પહેલા ક્રૂડ ઓઈલની કિંમત ઓછી કરવા માટે ભારતે કરેલી અપીલને ફગાવીને સાઉદી અરબે એ થી વિપરીત ક્રૂડ ઓઈલના ભાવ વધારી દીધા હતા. જોકે, આ સમગ્ર કિંમત આંતરરાષ્ટ્રીય સ્તરે થતા વધારા ઘટાડા પર આધાર રાખે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ મુદ્દે નિરાશા વ્યક્ત કરી હતી. એ પછી રીફાઈનરીઓને ક્રૂડ ઓઈલ આયાત પર કાપ મૂકવા માટે પગલાં લેવાનું કહ્યું હતું. ભારતના આવા પગલાંને સાઉદી અરબે વધારેલા ક્રૂડના ભાવથી આંશિક ઉકેલ તરીકે જોવામાં આવે છે. આ મુદ્દે ભારતની ક્રૂડ ઓઈલ કંપનીઓ, સાઉદીની અરામકો અથવા સાઉદી અરબના તેલ મંત્રાલય તરફથી કોઈ પ્રકારની ટીપ્પણી કરવામાં આવી નથી. ઓપેક સંગઠને ગુરૂવારે એવી સહમતી દર્શાવી હતી કે, તેલ ઉત્પાદનમાં ધીમે ધીમે કાપ ઓછો કરવા તે સહમત છે. અમેરિકાની ફ્યૂલને લઈને થયેલી ટકોર બાદ ક્રૂડ ઉત્પાદક રાષ્ટ્રએ આ વાત કહી હતી. સાઉદી અરામકોએ મે મહિનામાં એશિયા માટે નિકાસ કરવામાં આવતા ક્રૂડ ઓઈલના ભાવ વધારી દીધા. જ્યારે યુરોપ અને અમેરિકા માટે થતી નિકાસના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

હાલમાં અખાતી દેશમાંથી થતી ક્રૂડ ઓઈલની આયાત પરનું ભારણ ઘટાડવા માટે ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. આ સિવાય બ્રાઝિલ, ગુયના અને નોર્વેમાંથી ક્રૂડ ઓઈલ આયાત કરવા માટે સલાહ આપી છે. બીજી તરફ આ કંપનીઓએ ડાયવર્સિફિકેશન શરૂ કરી દીધું છે. વિદેશ મંત્રાલય પ્રવક્તા અરિંદમ બાગચીએ શુક્રવારે કહ્યું કે, ઓપેક દેશોએ થોડી રાહત આપવા માટેની પણ વાત કરી છે. પણ ભારતની આશા કરતા આંક ઘણો ઓછો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp