1 એપ્રિલથી દેશમાં મળશે દુનિયાનું સૌથી સ્વચ્છ પેટ્રોલ-ડીઝલ, આ ફાયદો થશે

PC: googleapis.com

ભારતમાં હવે દુનિયાનું સૌથી ક્લીન પેટ્રોલ-ડીઝલ મળશે. 1 એપ્રિલથી દેશમાં આ ફેરફાર થવા જઈ રહ્યો છે. ભારત હવે યૂરો-4 ગ્રેડ ઈંધણથી યૂરો-6 ગ્રેડ ઈંધણનો ઉપયગો કરવા જઈ રહ્યું. ભારત માત્ર 3 વર્ષમાં આ મુકામ હાંસલ કરી રહ્યું છે. ક્લીન પેટ્રોલ ડીઝલના ઉપયોગને કારણે વાહનો દ્વારા પ્રદૂષણ પર રોક લાગી જશે. ઈન્ડિયન ઓઈલના અધ્યક્ષ સંજીવ સિંહે કહ્યું કે, દરેક રિફાઈનરીઓમાં 2019ના અંત સુધીમાં BS6 ડીઝલ અને પેટ્રોલનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. હવે પેટ્રોલિયમ કંપનીઓએ દેશમાં પેટ્રોલ અને ડીઝલને BS6 સ્ટેન્ડર્ડ પ્રમાણે ઈંધણને બદલવાનું નક્કી કરી લીધું છે.

સંજીવ સિંહે કહ્યું કે, કંપનીની દરેક રિફાઈનરીઓમાં BS6 ડીઝલ અને પેટ્રોલનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. આવતા મહિને આ ઈંધણ ડેપોમાં પહોંચવા લાગશે. અમને પૂરી આશા છે કે 1 એપ્રિલથી દેશમાં BS6 ઈંધણ મળવાનું શરૂ થઈ જશે. આવનારા અમુક અઠવાડિયાઓમાં માત્ર સ્વચ્છ પેટ્રોલ-ડીઝલનું વેચાણ જ ઉપલબ્ધ રહેશે.

આની ખાસિયત એ છે કે, આ માપદંડ વાળા પેટ્રોલ-ડીઝલમાં સલ્ફરનું પ્રમાણ માત્ર 10 પીપીએમ હોય છે. BS6 માપદંડ વાળું ઈંધણ સીએનજીની જેમ સ્વચ્છ હશે. સિંહ અનુસાર, આ માપદંડ વાળા ઈંધણથી BS6 વાહનોમાં નાઈટ્રોજન ઓક્સાઈડ ઉત્સર્જન પેટ્રોલ કારોમાં 25 ટકા સુધી અને ડીઝલ કારોમાં 70 ટકા સુધી ઘટી જશે.

ભારતમાં 1990 બાદ સતત ફ્યૂલ અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. મોજૂદ BS4 ટેક્નિકને 2017માં લાગૂ કરવામાં આવ્યું હતું. આ પહેલા 2005માં BS2 અને 2010માં BS3 ટેક્નિક લાગૂ કરવામાં આવી હતી. આ રીતે 2005થી લઈને અત્યાર સુધી 15 વર્ષોમાં ઈંધણ ટેક્નિક BS2થી લઈને BS6 સુધી આવી પહોંચી છે. સરકારે BS6 માપદંડને અનુરુપના ઈંધણને તૈયાર કરવા માટે લગભગ 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp