સુરેશ સોનીના મતે ભારતમાં મોંઘવારી હવે ચરમ પર, આ સેક્ટરના શેર કરાવશે કમાણી

PC: economictimes.indiatimes.com

બરોડા BNP પારિબા મ્યુચ્યુઅલ ફંડના CEO સુરેશ સોનીની સલાહ છે કે, ભારતમાં મોંઘવારી હવે પોતાના ચરમ પર પહોંચી ગઇ છે. અહીંથી હવે તેમાં ઘટાડો આવતો દેખાશે. જોકે, મોંઘવારી હજુ પણ પોતાના 2-6ના લક્ષ્યની ઉપર જ બનેલી છે. છતાં પણ સુરેશ સોનીનું કહેવું છે કે, રિઝર્વ બેન્ક વ્યાજ દરોમાં વધારાની માત્રા અને ગતિ ઓછી કરતી નજરે પડશે. તેમનું એ પણ માનવું છે કે, આવતા વર્ષની શરૂઆતમાં રેટ સાઇકલ પણ પોતાના પીક પર પહોંચી જશે. રિઝર્વ બેન્કની પોલિસી કમિટીના વર્ષ 2022ની છેલ્લી બેઠક થઇ રહી છે. કાલે એટલે કે, 7મી ડિસેમ્બરના રોજ તેના નિર્ણયનું એલાન કરવામાં આવશે.

તેમણે આગળ કહ્યું કે, ગ્લોબલ કોમોડિટીની કિંમતોમાં ઘટાડો અને મોંઘવારીના ચરમ પર પહોંચવાની સાથે જ જો વ્યાજ દરો પર રિઝર્વ બેન્કના વલણમાં કોઇ ફેરફાર થાય છે તો બોન્ડ અને ઇક્વિટી માર્કેટ માટે આ પોઝિટિવ ટ્રિગર તરીકે કામ કરશે. મીડિયા ઇન્ટર્વ્યુમાં તેમણે આગળ કહ્યું કે, બેન્કિંગ સેક્ટર આ સમયે ઘણી સારી સ્થિતિમાં દેખાઇ રહ્યું છે. સેક્ટરમાં જોરદાર રોકાણ આવતું નજરે પડી શકે છે. બેન્કિંગ સેક્ટરના ઇન્ડેક્સમાં સૌથી મોટી હિસ્સેદારી છે. તે સિવાય દેશના ઇકોનોમિક ડેવલપમેન્ટમાં પણ તેનું સૌથી મોટું યોગદાન હોય છે. એવામાં FPI તેની ઉપેક્ષા ન કરી શકે. ફાઇનાન્શિયલ સેક્ટરને જોઇને ખુશ થવા માટે કેટલાક મહત્વના કારણો છે. તેના સિવાય આ સમયે સેક્ટરના વેલ્યુએશન પણ સારા દેખાઇ રહ્યા છે.

ડિફેન્સ સેક્ટરમાં પણ સુરેશ સોનીને રોકાણ માટે સારા મોકા નજરે પડી રહ્યા છે. તેમનું માનવું છે કે, આગળ ડિફેન્સ સેક્ટરમાં સ્વદેશીકરણ અને આત્મનિર્ભર ભારત અભિયાનના કારણે સારો ગ્રોથ આવતો દેખાશે. સરકાર તરફથી રક્ષા બજેટમાં થનારો વધારો પણ ડિફેન્સ સેક્ટરને ફાયદો અપાવશે. વધારે પડતી ડિફેન્સ કંપનીઓમાં સરકારી હોલ્ડિંગ વધારે છે એવામાં આપણે સંભાવિત ડિસઇનવેસ્ટમેન્ટ પર નજર રાખવાની જરૂર છે.

ટેક્નોલોજી સ્પેસ પર વાત કરતા સુરેશ સોનીએ કહ્યું કે, ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારત પાસે સારી તક છે. ટેક્નોલોજી સ્પેસમાં અત્યાર સુધી ઘણું કરેક્શન આવી ચૂક્યું છે. ટેક્નોલોજી ઇન્ડેક્સે બજારની સરખામણીમાં ઘણું નબળું પ્રદર્શન કર્યું છે. IT માટે અમેરિકા અને યુરોપની મંદી એક ચિંતાનો વિષય બનેલી છે. એવામાં અમે આ સેક્ટર પર નજર બનાવી રાખીશું. સ્થિતિઓ સુધરતી જશે તેમ તેમ આ સેક્ટરમાં પોતાનું રોકાણ વધારવા પર નિર્ણય લઇશું.

ઓટો અને ઓટો એન્સીલરી સેગમેન્ટ પર વાત કરતા સુરેશ સોનીએ કહ્યું કે, તેઓ ઓટો અને ઓટો એન્સીલરી સેક્ટરને લઇને ઘણા પોઝિટિવ છે. એ સિવાય સપ્લાઇ સંબંધિત પ્રોબ્લેમ ઘણા ઓછા થઇ ગયા છે. કોમોડિટીની કિંમતોમાં નરમાશ આવવાની સાથે જ નિયર ટર્મમાં આ સેક્ટરના માર્જિનમાં પણ સુધારો આવતો દેખાશે. ઇકોનોમિક ગ્રોથ સાથે જ કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં પણ તેજી આવશે. સુરેશ સોનીને ફોર વ્હીલ અનો ઓટો એન્સીલરી કંપનીઓ ઘણી પસંદ છે. તેમના અનુસાર, ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં મોટા ફેરફાર આવી રહ્યા છે. પહેલેથી સ્થાપિત અમુક કંપનીઓ 2 વ્હીલર ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં ઉપસ્થિતિ રહે છે પણ આ સેક્ટરમાં કોઇ લીડર નથી દેખાઇ રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp