અમદાવાદથી 100 કિલોમીટર દૂર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ, 2024માં પહેલો તબક્કો

PC: https://www.financialexpress.com

ગુજરાતમાં અમદાવાદ પાસે આકાર લઇ રહેલા ધોલેરા સિટી નજીક આંતરરાષ્ટ્રીય ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું બાંધકામ જાન્યુઆરી 2022માં શરૂ કરવામાં આવશે અને તેનો પહેલો તબક્કો ડિસેમ્બર 2024માં પૂર્ણ કરાશે. આ પ્રથમ તબક્કામાં રનવે 3200 મીટરનો બનશે જે બીજા તબક્કામાં 3800 મીટર સુધી લઇ જવાશે.

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડ (ડીઆઇએસીએલ) કે જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો 51 ટકાગુજરાત સરકારનો 33 ટકા અને નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ એન્ડ ઇમ્પ્લિમેન્ટ ટ્રસ્ટનો 16 ટકા હિસ્સો છે. આ કંપનીને રાજ્ય સરકારે 3000 એકર જમીન લીઝ પર આપી છે.

કંપનીના એક્ઝિક્યુટીવે કહ્યું હતું કે ધોલેરા ઇન્ટરનેશન એરપોર્ટ પરથી એરક્રાફ્ર્ટ ઉડી શકે તે માટે યોગ્ય એવો 3200 મીટર લાંબો રનવે વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટના ત્રીજા તબક્કામાં બીજો રનવે બનાવવામાં આવશે. જ્યારે ત્રણેય તબક્કા પૂર્ણ થશે ત્યારે આ એરપોર્ટ પરથી 100 મિલિયન જેટલા મુસાફરો પ્રતિવર્ષ આવન-જાવન કરી શકશે.

પહેલા તબક્કામાં સમાન સંખ્યામાં વિમાન પાર્કિંગ માટે 12 એપ્રોન બનાવવામાં આવશે અને 20,000 ચોરસમીટર જમીનમાં પેસેન્જર ટર્મિનલ બનશે. 3000 ચોરસમીટરથી વદુના અલગ અલગ એટીસી ટાવર સાથે કાર્ગો ટર્મિનલ પણ આ એરપોર્ટમાં બનાવવામાં આવશે.

કંપનીના સૂત્રોએ કહ્યું હતું કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પ્રથમ તબક્કાના નિર્માણ માટે 987 કરોડ રૂપિયાના ખર્ચનું ટેન્ડર બહાર પાડ્યું છે. એરપોર્ટનું કામ શરૂ કરવાની તમામ મંજૂરીઓ મળી ચૂકી છે. કેન્દ્રના ગૃહ મંત્રાલય તરફથી સિક્યોરિટી ક્લિયરન્સ પહેલાંથી આપી દેવામાં આવ્યું છે. એરપોર્ટનું કામ 2019માં શરૂ થવાનું હતું પરંતુ માટી પૂરાણની પ્રક્રિયામાં વિલંબ થયો હતો અને ત્યારપછી કોરોના સંક્રમણ ફેલાયું હતું જેના કારણે હવે આ પ્રોજેક્ટ આવતા વર્ષે શરૂ થશે.

અમદાવાદથી ધોલેરા એરપોર્ટને કનેક્ટિવિટી મળે તે માટે સરકરે 3500 કરોડ રૂપિયાના ખર્ચે 100 કિલોમીટર લાંબો સિક્સલેન એક્સપ્રેસ હાઇવે તૈયાર કરવાનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ હાઇવે માટે સરકારે અમદાવાદ અને ધોલેરા આસપાસની 162 હેક્ટર જમીન ખેડૂતો પાસેથી સંપાદન કરી છે. અમદાવાદ થી ધોલેરા એસઆઇઆર 80 કિલોમીટર દૂર છે અને ત્યાંથી એરપોર્ટ બીજા 20 કિલોમીટર દૂર છે. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે તેનો કુલ ખર્ચ 5100 કરોડ અંદાજવામાં આવ્યો હતોપરંતુ બે વર્ષનો વિલંબ થતાં તેની પ્રોજેક્ટ કોસ્ટમાં 20 ટકાનો વધારો થવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp