શું આ સમયે બેંકોના શેર્સ લેવાય ખરા?

PC: 5paisa.com

શેરબજારમાં અત્યારે કોરોના મહામારીને કારણે અનિશ્ચિતતાનું વાતાવરણ ઉભું થયું છે જો કે બજારના જાણકારનું કહેવું છે કે આ સમયમાં બેંકીંગ શેરોમાં ખરીદી ફાયદાકરાક રહેશે.IIFLસિકયોરિટીઝના ડિરેકટર સંજીવ ભસીન  છેલ્લાં 30 વર્ષથી શેરબજાર સાથે જોડાયેલા છે. તો સંજીવ ભસીનની અત્યારે કયા  શેરો પર નજર છે તે જાણીએ.તેમણે એક અંગ્રેજી બિઝનેસ ચેનલ પર બે બેંકીંગ શેરો ખરીદવાની ભલામણ કરી છે. જો  તમને યોગ્ય લાગે તો આ બે બેંકીંગ શેરો પર ધ્યાન આપો. રોકાણનું સારું વળતર મળવાની શકયતા જોવા મળી રહી છે.

સંજીવ ભસીનનું કહેવું છે કે ફાયનાન્સિયલ સેકટરમાં તેજી નજરે પડી રહી છે. એટલે ભસીન એક લાર્જ કેપ અને એક મિડ-કેપ બેકીંગ શેરો ખરીદવાની ભલામણ કરી રહ્યા છે.

HDFC BANK- સંજીવ ભસીને રોકાણકારોને HDFC BANKનો શેર ખરીદવાની ભલામણ કરી છે. ભસીનનું કહેવું છે કે આ સૌથી મોટી બેંક છે અને જેમાં દર ત્રિમાસિક ગાળામાં વૃધ્ધિ જોવા મળી રહી છે. આ વખતના પરિણામ સૌથી સારા પરિણામ હશે. આ લેવલથી પણ આ શેરમાં હજુ 100 રૂપિયાની તેજી નજરે પડે છે. આ સપ્તાહના અંતમાં અથવા નવા સપ્તાહના એક બે દિવસમાં HDFC BANKનો શેર 1550ના લેવલે પહોંચી શકે છે. તેમણે કહ્યું કે રોકાણકારોએ રૂપિયા 1455થી 1459ની વચ્ચે આ શેરમાં ખરીદી કરવી જોઇએ. સુરક્ષિત રોકાણ માટે 1422 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો.

IDFC FIRST BANK- બેકીંગ સેકટરમાં આ બીજો શેર IDFC FIRST BANK ખરીદવાની સંજીવ ભસીનની સલાહ છે. તેમણે પોતે પણ આ બેંકના શેરમાં રોકાણ કર્યું છે એવું ભસીને કહ્યું હતું. ભસીન તેમના ગ્રાહકોને પણ આ શેર અપાવી રહ્યા છે. ભસીને કહ્યું કે છેલ્લાં 5 વર્ષથી IDFC FIRST BANKનો શેર તેમના પોર્ટફોલિયોમાં છે. આ બેંકે અત્યારે રૂપિયા 3500 કરોડનું ફંડ ભેગું કર્યું છે. હવે આ શેરમાં તેજી આવવાની પુરી શકયતા દેખાઇ રહી છે. રૂપિયા 56ની આજુબાજુ આ શેરમાં ખરીદી કરી શકાય. 62ના લેવલે પહોંચી શકશે. રોકાણકારોએ રૂપિયા 54.75ના બાવથી સ્ટોપલોસ રાખવો.

નોંધ- માત્ર માહિતી આપવાના આશયથી આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. રોકાણકારોને વિનંતી છે કે બજારમાં રોકાણ કરતા પહેલાં તમારા  સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરે.

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp