Land Roverએ લોન્ચ કરી Range Rover Velar, જાણો કિંમત અને ફીચર્સ

PC: landrover.in

Land Roverએ પોતાની નવી Range Rover Velar કારને ઓફિશિયલી ભારતમાં લોન્ચ કરી દીધી છે. આની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 78.83 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
Range Rover Velarની બૂકિંગ ગયા વર્ષે ડિસેમ્બરમાં શરૂ થઈ હતી. Range Rover ફેમિલીની આ ચોથી SuV છે.


Range Rover Velarની ભારતીય કાર માર્કેટમાં BMW X5, Audi Q7, Volvo XC90થી લઈને Jaguar F-Pace અને Porsche Macan જેવી કાર સાથે મુકાબલો થશે.
કંપનીએ Range Rover Velarના વિઝ્યૂઅલ્સ પર વધુ ફોકસ કર્યો છે.


Range Rover Velarની હેડલાઇટ્સમાં લેઝર ટેક્નિક છે અને આમાં Led ડે-ટાઇમ રનિંગ લાઇટ પણ આપવામાં આવી છે.
ઈન્ટિરિયરની વાત કરીએ તો Range Rover Velarમા 10 ઈંચની સ્ક્રીન્સ હશે, જે ડેશબોર્ડ પર માઉન્ટેડ હશે. ટોપ સ્ક્રીન કન્વેશનલ ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમવાળી હશે અને આમાં મીડિયા ઇન્ટરફેસ, કેમેરા ઓપરેટિંગ ડિસ્પ્લે અને નેવિગેશન વગેરેની માહિતી રહે છે.


આ કારમાં 2.0 લીટરનું ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિનને બે પ્રકારના આઉટપુટ ઓપ્શન્સ સાથે લાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp