જોન્સન એન્ડ જોન્સનને મોટો ઝટકો, કેન્સર પીડિત મહિલાને 2.9 કરોડ ડૉલર ચુકવવા આદેશ

PC: ctfassets.net

જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરના ઉપયોગને કારણે કેન્સરનો ભોગ બની હોવાનો દાવો કરનારી ન્યૂયોર્કની મહિલાને 2.9 કરોડ ડૉલરની ચુકવણી કરવા કંપનીને કોર્ટે આદેશ કર્યો છે. જ્યારે જોન્સન એન્ડ જોન્સને દાવો કર્યો છે કે, તેનો બેબી પાઉડર સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તે કોર્ટના ચુકાદા સામે અપીલ કરશે.

ન્યૂયોર્કની રહેવાસી ટેરેસા લેવિટે રજૂઆત કરી હતી કે, 1960થી 1970 દરમિયાન તેણી જોન્સન કંપનીના બેબી પાઉડર અને શાવર ટુ શાવરનો ઉપયોગ કરતી હતી. જેના કારણે તેણીને 2017માં મેસોથેલેમિયા કેન્સર થયું હોવાનું સામે આવ્યું હતું. તેણીએ ઓકલેન્ડની કોર્ટેમાં કેસ જતા કોર્ટે પણ માન્યું હતું કે, મહિલાને કેન્સર થવા બદલ કંપની જ જવાબદાર હતી. 

કોર્ટે જણાવ્યું હતું કે, મહિલાના કેન્સર માટે બેબી પાઉડરની મોટી ભૂમિકા રહી હતી. જાન્યુઆરીમાં આ કેસ શરૂ થયો હતો અને કોર્ટે હવે ચુકાદો આપ્યો છે. જોન્સન એન્ડ જોન્સન સામે આ રીતના અંદાજે 13000 કેસ થઈ ચૂકયા છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરમાં રહેલું એસ્બેસ્ટોસ શ્વાસમાં જતાં ફેફસાંને નુકસાન કરે છે.

બ્રિટિશ લંગ ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે, સિલિંગ અને દીવાલ પર સ્પ્રે કરવા કે પછી ઇમારતોમાં ઇન્સ્યુલેશન અને ફલોરિંગ માટે પણ એસ્બેસ્ટોસનો ઉપયોગ થતો હોય છે. જોન્સન એન્ડ જોન્સન કંપનીએ દાવો કર્યો હતો કે, તેનો બેબી પાઉડર સંપૂર્ણપણે સુરક્ષિત છે. કંપનીએ જણાવ્યું હતું કે ઓકલેન્ડ કોર્ટના ચુકાદા સામે તે અપીલ કરશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp