રિયલ્ટી માર્કેટમાં તેજી, જાણો ગુજરાતમાં જમીનનો ભાવ કેટલો વધ્યો

PC: khabarchhe.com

ગુજરાતના રિયલ્ટી માર્કેટમાં ફરી પાછી તેજી આવી છે. આ વખતે NRI રોકાણ વધતાં ભાવ ઉંચે જઇ રહ્યા છે. ગાંધીનગરમાં એક વિઘા જમીનનો ભાવ ફરી પાછો પાંચ કરોડ થયો છે, જે ગયા વર્ષની શરૂઆતમાં ત્રણ કરોડની આસપાસ હતો. એક વર્ષમાં બે કરોડનો વધારો થયો છે. અમદાવાદમાં જમીન ઓછી છે તેથી નાના નાના પ્લોટ ભેગા કરીને અથવા તો સોસાયટીઓના બંગલા તોડીને એપાર્ટમેન્ટની સ્કીમો મૂકવામાં આવી રહી છે.

ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેના એસજી હાઇવે પર ફ્લેટમાં એક વારના ભાવ જે ગયા વર્ષે 25000ની આસપાસ હતા તે વધીને 30000 સુધી પહોંચી ગયા છે. નવી મિલકતોમાં NRI પરિવારો મોં માગ્યા દામ આપતા હોવાથી બિલ્ડરોએ ભાવમાં વધારો કરી દીધો છે. ગુજરાતના શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં જમીન અને મિલકતના ભાવમાં તેજી આવતાં સરકારે પણ જંત્રી આધારિત રેટ નહીં પણ માર્કેટ આધારિત રેટની ફોર્મ્યુલા અપનાવી છે, એટલે કે સરકારી જમીનના ભાવ પણ બજાર કિંમતની સમકક્ષ આવી શકે છે.

ગુજરાતમાં રિયલ્ટી માર્કેટમાં ફરી એકવાર તેજી આવી છે. આ તેજી આવવાનું કારણ બિન નિવાસી ગુજરાતીઓ દ્વારા થઇ રહેલું મૂડીરોકાણ મુખ્ય છે. જો કે આ પ્રવાહના કારણે જમીન અને મિલકતના ભાવમાં ઉછાળો પણ જોવા મળે છે. રેરાની રચના પછી NRI-જીએ ગુજરાત તરફ નજર દોડાવી છે. એક વર્ષમાં લગભગ 350 કરોડથી વધુનું NRI રોકાણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આવ્યું છે. આ વર્ષના અંતે આ રોકાણનો આંકડો 1000 કરોડ રૂપિયા સુધી જઇ શકે તેમ છે તેવું બજારનું માનવું છે.

નાના અને મધ્યમ ડેવલપર્સ મોટા ડેવલપર્સ સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરાવ સક્ષમ હોવાથી તેમની સાથે રિયલ એસ્ટેટની અનેક યોજનાઓમાં NRI સહયોગ કરી રહ્યા છે અને તેને કારણે ભવિષ્યમાં આ ક્ષેત્રે મર્જર અને એક્વેઝેશનના કામકાજમાં વધારો થશે એમ તેમનું માનવું છે. વિદેશમાં વસતા ભારતીયો રોકાણમાં હજી પણ મુંબઇને વધારે પસંદ કરે છે પરંતુ હવે ઘણાં રોકાણકારો ગુજરાતના વિવિધ વિસ્તારો જેવાં કે અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરામાં રોકાણ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp