કોંગ્રેસને આવકવેરા વિભાગનો ઝટકો, પકડાવી 1700 કરોડની નોટિસ
કોંગ્રેસની મુશ્કેલી સતત વધતી જઇ રહી છે. દિલ્હી હાઇ કોર્ટ તરફથી પુનર્મૂલ્યાંકન પ્રોસિડિંગ વિરુદ્ધ પાર્ટીની અરજી ફગાવ્યાના થોડા કલાકો બાદ આવકવેરા વિભાગે પાર્ટીને 1,700 કરોડ રૂપિયાની નોટિસ પકડાવી છે. કોંગ્રેસ નેતા વિવેક તન્ખાએ આ ઘટનાક્રમની જાણકારી આપી છે. આ નોટિસ મૂલ્યાંકન વર્ષ 2017-18 અને વર્ષ 2020-21 માટે આપવામાં આવી છે