હજુ આ 19 ભારતીય કંપનીઓમાં છે ચીનનું રોકાણ

PC: dainikbhaskar.com

કેન્દ્રની મોદી સરકારે સોમવારે ઓચિંતો અને અણધાર્યો નિર્ણય લઈને દેશવાસીઓને ચોંકાવી દીધા છે. ચીનનીં 59 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકીને ચીનને એક મોટો ફટકો માર્યો છે. ટીકટોક, યુસી બ્રાઉઝર, કેમ સ્કેન અને શેર ઈટ જેવી અનેક એપ્લિકેશન જે ખૂબ લોકપ્રિય હતી એના પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીનમાં એક એવો નિયમ છે કે, કંપની ચીનની હોય કે ચીનની બહારની અન્ય કંપનીમાં એનું રોકાણ હોય કંપનીએ તમામ પ્રકારનો ડેટા સરકારને આપવાનો હોય છે.

ચીનની બહારની કંપનીમાં કોઈ ચીનની કંપનીનું રોકાણ હોય તો એ કંપનીનો ડેટા પણ ચીનની સરકાર માગે છે. સરકારે 59 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકીને ચીનને આર્થિક ફટકો માર્યો છે. બીજી તરફ દેશવાસીઓએ પણ ચીનની એપ્લિકેશન ડીલીટ કરીને જે તે પ્લેટફોર્મ પરથી થતું ડાઉનલોડિંગ એકાએક ઘટાડી દીધું છે. પરંતુ, હજું પણ કેટલીક એવી એપ્લિકેશન છે જેમાં ચીનનું મોટું રોકાણ છે. તેથી તે ભારતમાંથી કરોડો રૂપિયાનો નફો ખેંચી જાય છે. આ કંપનીઓમાં બિગ બાસ્કેટ, બાયજૂસ, ડ્રીમ-11, ડેલ્હીવરી, હાઈક, ફ્લિપકાર્ટ, મેકમાય ટ્રિપ, ઓલા, ઓયો, PayTMMall,PayTM, પોલીસી બાઝાર, ક્વિકર, રિવિગો, સ્નેપડીલ, સ્વિગી, ઉડાન અને ઝોમેટોનો સમાવેશ થાય છે.

બિગ બાસ્કેટ સૌથી મોટો ગ્રોસરી સ્ટોર ધરાવે છે. જેની એપ્લિકેશન એક મીડિયમનું કામ કરે છે. જ્યારે બાયજૂસ ઓનલાઈન એજ્યુકેશન આપતું એક મોટું પ્લેટફોર્મ છે. ડ્રીમ 11 ગેમિંગ એપ્લિકેશન છે. ડેલ્હીવરી ઈ કોમર્સમાં ચીજવસ્તુઓની ડિલિવરી કરતી એપ્લિકેશન છે. હાઈક એક મેસેજ એપ્લિકેશન છે પણ માર્કેટમાં એનો ભાગ કંઈ ખાસ નથી. ફ્લિપકાર્ટ એક ઓનલાઈન સ્ટોર છે. ઈ કોમર્સ વ્યાપારમાં એનો અડધાથી વધારે ભાગ છે. આ ઉપરાંત તે ચીનની પણ કેટલીક વસ્તુઓનું માર્કેટિંગ કરે છે.

જ્યારે મેકમાય ટ્રિપ એક સૌથી મોટું ટ્રાવેલ પોર્ટલ છે. ઓલા કેબ્સે મહાનગરના પરિવહનની દિશા બદલી છે પણ માર્કેટમાં એનો અડધાથી વધારે ભાગ છે. જ્યારે પોલીસી બાઝાર ઓનલાઈન વીમો વેચતી કંપની છે. કેન્દ્ર સરકારે જારી કરેલા એક નોટિફિકેશનમાં સ્પષ્ટ કર્યું હતું કે, ચીને દેશની અખંડિતતા સામે જોખમ ઊભું કર્યું છે. બદઈરાદા ધરાવતી એપ્લિકેશન બંધ કરવા માટે ઈન્ડિયન સાયબર ક્રાઈમ સેલ વિભાગે કેન્દ્રના ગૃહમંત્રાલયને ભલામણ કરીને આવી એપ્લિકેશનની એક લાંબી યાદી સોંપી હતી. ત્યાર બાદ સરકારે આ નિર્ણય કર્યો છે. પણ હજું કેટલીક કંપનીઓમાં ચીનની ભાગીદારી ચિંતાજનક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp